તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીમાં પૂર્વથી પશ્ચિમ તરફ અવરજવરની મોકાણ શરૂ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિજલપોર ગરનાળું પણ મુશ્કેલી વધારશે

નવસારીમાં રેલવે ફાટકની ઉત્તરે પ્રકાશ ટોકીઝ ગરનાળુ બંધ થતા વાહનચાલકોની મુશ્કેલી તો શરૂ થઈ ગઈ છે, પરંતુ આ મુશ્કેલી આગામી દિવસોમાં વધશે. વિજલપોર રેલવે ગરનાળુ હાલ બોર્ડની પરીક્ષાને લઈ ખુલ્લુ કરાયું છે, જે બંધ કરાશે તો હજારો નાના વાહનો વિજલપોર ફાટકે ટ્રાફિકથી બચવા નવસારી ભણી આવશે અને ત્યાં પણ ગરનાળુ બંધ જ હોઈ હાલાકી વધશે. જોકે, વિજલપોર ગરનાળુ ક્યારે બંધ કરાશે એ જોવું રહ્યું

બોર્ડની પરીક્ષા ટાણે જ ગરનાળુ બંધ

વિજલપોર રેલવે ફાટક નજીક આવેલ રેલવે ગરનાળુ પણ રેલવે કોરીડોરના કામને લઇ બંધ કરાયું હતું. જોકે, વિજલપોર રેલવે ગરનાળુ રેલવેના ડીઆરએમને રજૂઆત બાદ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે ખુલ્લુ કરવામાં આવ્યું છે, તો બીજી તરફ નવસારીનું પ્રકાશ ટોકીઝ ગરનાળુ બોર્ડની પરીક્ષા ચાલુ છે ત્યારે જ બંધ કરવાના હુકમ થયા છે, જે ચર્ચાસ્પદ બન્યા છે.

ફાટકે ટ્રાફિક જામની હવે કાયમી સમસ્યા

નવસારીમાં પૂર્વથી પશ્ચિમ બાજુની વાહનોની અવરજવર માટે સ્ટેશન નજીકની ફાટક મુખ્ય છે. આમ તો ફાટક નજીક જ ગરનાળુ હોય ફાટક ઉપર વધુ ધસારો રહેતો નથી. જોકે ગરનાળુ બંધ થતા હવે ફાટક ઉપર ઘણો વધુ ધસારો રહેશે, જેની શરૂઆત બુધવારે થઈ ગઈ અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ.


પ્રકાશ ટોકીઝ ગરનાળુ તાત્કાલિક બંધ કરવાના 4 દિવસ બાદ બુધવારે અચાનક જ ગરનાળુ બંધ કરી દેવાયું હતું. આ ગરનાળઆ (અંડરબ્રિજ)વાળો માર્ગ નજીકની રેલવે ફાટક બંધ હોય તે સ્થિતિમાં તમામ નાના, મોટા વાહનો માટે આશીર્વાદ રૂપ છે જે પોણા ત્રણ મહિના 4 જૂન સુધી બંધ કરવાનું જાહેરનામુ છે. ગરનાળુ બંધ થથા ફાટકે ધસારો વધશે.

પ્રકાશ ટોકીઝ ગરનાળુ 4 જૂન સુધી બંધ

દક્ષિણ પૂર્ણાનો રોડ કાચો, લાઈટ વિનાનો

નવસારીની લોકમાતા પૂર્ણાના બે ફાંટા છે જેમાં એક ઉત્તર અને બીજો દક્ષિણ! ઉત્તર ફાંટાએ જ વર્ષ દરમિયાન પાણી રહે છે, દક્ષિણ ફાંટો કોરો રહે છે. આ દક્ષિણ ફાંટાના બ્રિજ નીચેથી વાહનોની અવરજવર કરવા જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામામાં જણાવ્યું છે. જોકે આ રોડ ‘ધુળીયો’ ‘કાચો’ છે. લાઈટ પણ નથી, ખુબ નિર્જન વિસ્તાર અહીં હોય સુરક્ષા અર્થે લાઈટ જરૂરી છે.

ભાસ્કર ન્યૂઝ | નવસારી : રેલવે કોરિડોર માટે નંખાનાર બે નવી રેલવે ટ્રેક બનાવવાનું કામ પૂરજોશમાં શરૂ થયું છે. આ કામ અંતર્ગત પ્રકાશ ટોકીઝ ગરનાળા નજીક પણ અંડરગ્રાઉન્ડ બ્રિજ નવો બનાવવામાં આવશે. જેનું કામ શરૂ કરવા માટે 7મી માર્ચે જિલ્લા મેજીસ્ટ્રેટ આદ્રા અગ્રવાલે જાહેરનામુ બહાર પાડી તાત્કાલિક અસરથી પ્રકાશ ટોકીઝ ગરનાળાવાળો માર્ગ બંધ કરવાનો હુકમ કરી તે સંદર્ભે વૈકલ્પિક માર્ગ પણ સૂચવ્યા હતા. જાહેરનામા અંતર્ગત 7મીના રોજ તત્કાલ તો ગરનાળુવાળો માર્ગ બંધ ન કરાયો, ચાર દિવસ માર્ગ ખુલ્લો જ રહ્યો હતો. જોકે ચાર દિવસ બાદ બુધવારે બપોરે અચાનક જ ગરનાળુ માર્ગ બંધ કરી દેવાયો હતો. અચાનક જ માર્ગ બંધ કરાતા મોટી સંખ્યામાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. રેલવે ફાટકે ટ્રાફિકજામ થયો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો