તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી રેલવે સ્ટેશન રંગીન બન્યું, પર્યાવરણ સુરક્ષાની થીમ પર પેન્ટિંગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી રેલવે સ્ટેશનમાં બહારના અને અંદરના મહત્તમ ભાગને પણ ઠેર ઠેર કલરકામ કરાતા ‘કલરફૂલ’ લાગી રહ્યું છે. વધુમાં સ્ટેશનને દિવસો ઉપર કરાયેલ આકર્ષક પેન્ટીંગથી સ્ટેશન ‘શણગારેલ દુલ્હન’ સમું હાલ લાગી રહ્યું છે. નવસારી રેલવે સ્ટેશનેથી દરરોજ હજારો મુસાફરો આવ-જાવ કરે છે. સ્ટેશને સ્વચ્છ રાખવા કામગીરી થતી રહે છે અને છુટું છવાયું કલરકામ પણ થતું રહે છે પરંતુ હાલ નવસારી રેલવે સ્ટેશનની સુરત બદલાયેલી જોવા મળી રહી છે. પશ્ચિમે રેલવે સ્ટેશનનો બહારનો ભાગ બદલાયેલો જોવા મળે છે. કલરકામને લઇ સ્ટેશન નવું દેખાય છે.

બહારના નહીં પરંતુ અંદરના ભાગે પણ ઠેર ઠેર દિવાલો તથા અન્ય ભાગોએ કલરકામ કરાતા સ્ટેશન ‘કલરફૂલ’ જણાઇ રહ્યું છે. વળી, સ્ટેશનની સુંદરતામાં સ્ટેશનના અંદરના ભાગની દિવાલો ઉપર કરાયેલ આકર્ષક પેન્ટીંગ્સોએ વધારો કર્યો છે. સ્ટેશનની સ્વચ્છતા રાખવી, ટ્રેક ઓળંગવા નહીં, પર્યાવરણની સુરક્ષા સહિતના અનેક ‘થીમ’ ઉપર પેન્ટીંગ કરાયા છે. સ્ટેશન ઉપર મોટા પાયે પેન્ટીંગ્સ, કલરકામ પહેલીવાર જોવા મળી રહ્યું છે. વેસ્ટર્ન રેલવેના જી-એમનું 28 મીએ ચેકિંગ હોવાનું કહેવાય છે. પરંતુ આવું ચેકિંગ તો વરસોવરસ થાય છે ત્યારે મોટા પાયે નવીનતા દેખાઇ ન હતી. સ્થાનિક તંત્ર આ નવીનતાને રેલવેની ‘બદલાયેલી સોચ’ ગણાવે છે.

નવસારી રેલવે સ્ટેશને કલરકામ અને પેન્ટીંગ્સથી સ્ટેશન દીપી ઊઠ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો