તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી પાલિકાઅે હદ પાર કરી, વિજલપોરના મંદિરે પ્રવેશબંધી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ કોરોના વાયરસ અંતર્ગત તકેદારી રાખવા અહીંની નવસારી પાલિકા પગલાં લઈ રહી છે. જે અંતર્ગત બોર્ડ પણ ઠેર ઠેર લગાવી રહી છે.જોકે બોર્ડ,બેનર લગાવવામાં કેટલીક જગ્યાએ તકેદારી લેવાતી નથી.આવું આશાપુરી મંદિરના ગેટ નજીક બન્યું છે.આ મંદિર વિજલપોર પાલિકાની હદમાં આવે છે અને નવસારી પાલિકાને કઈ લાગતું વળગતું નથી છતાં મંદિરના ગેટ નજીક નવસારી પાલિકા કોરોનાને કારણે ‘પ્રવેશ બંધ’નું બોર્ડ મારી દીધું છે. બીજું કે હાલ તો મંદિરમાં છુટાછવાયા ભક્તો જ આવે છે અને હજુ બંધ પણ કરાયું નથી.

આશાપુરી મંદિર વિજલપોર પાલિકાની હદમાં આવે છે

મંદિર 25મીથી બંધ

25મીથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે વિજલપોરના આશાપુરી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો આવે એમ છે,હાલ કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા 25મીથી બીજી સૂચના ન મળે ત્યાં સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
અન્ય સમાચારો પણ છે...