તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી APMC પાસે જૂની અદાવતમાં યુવકને માર મરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનાં એપીએમસી માર્કેટ પાસે સ્થાનિકોએ અદાવતમાં દેવીપૂજક યુવાનને માર માર્યાની નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. નવસારીનાં વિરાવળના ચોરમલા ફળિયા ખાતે રહેતા અનિલ દંતાણીએ નવસારી ગ્રામ્ય પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે 26મી સપ્ટેમ્બરે 11 વાગ્યાના અરસામાં વિરાવળ એપીએમસી માર્કેટ પાસે આવેલી ચાની લારી પાસે તેમનો ભાઈ આશિષ દંતાણી ઉભો હતો. એ સમયે તેમના જ ફળિયાનાં 4 યુવાનો આવ્યા હતા. તેમણે અગાઉની અદાવતમાં તેની સાથે બોલાચાલી કરી માર માર્યો હતો. જેથી તેને સારવાર અર્થે નવસારી સિવિલમાં ખસેડાયો હતો. આશિષના ભાઈએ હુમલો કરનારા ચાર યુવાનો સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ અહેકો ગોપાલ વીરસિંહે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...