તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રખરતા શોધમાં નવસારી હાઈસ્કૂલનું ગૌરવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9 માટેની પ્રખરતા શોધ કસોટી લેવામાં આવી હતી. આ કસોટીનું તાજેતરમાં પરિણામ જાહેર થયું હતું. નવસારી કેળવણી મંડળ સંચાલિત શેઠ એચ.સી. પારેખ હાઈસ્કૂલના ધો. 9ના વિદ્યાર્થીઓ રૂદ્ર પીઠવાએ મેરીટ ક્રમાંક 18 અને પ્રતિકકુમાર ઢીમ્મરે મેરીટ ક્રમાંક 20 મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શાળા અને નવસારીનું ગૌરવ અપાવ્યું હતું. સંચાલક મંડળના પ્રમુખ ગિરીશભાઈ દેસાઈ, ઉપપ્રમુખ ઠાકોરભાઈ નાયક સહિત હોદ્દેદારો તેમજ આચાર્ય રાજેશભાઈ ટંડેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...