Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી ફાટક વાહનચાલકે તોડી નાંખતા અફરાતફરી
નવસારીમાં આવેલ પ્રકાશ ટોકીઝ પાસે આવેલી રેલવે ફાટક પાસે ગુરૂવારે સાંજે 6 વાગ્યાના અરસામાં ફોર વ્હિલના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે હંકારતા ફાટક તોડી નાંખતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાત્રિના 9 વાગ્યે પણ આ ફાટકનું સમારકામ થયું ન હોવાની માહિતી રેલવે સૂત્રોમાંથી જાણવા મળી હતી.
કલેક્ટરનાં જાહેરનામાને લઇને હાલમાં જલાલપોર જતા રેલવે સ્ટેશન નજીક આવેલા પ્રકાશ ટોકીઝનું ગરનાળુ બંધ છે. તેને પરિણામે જલાલપોર તરફ જવા માટે નવસારી રેલવે ફાટક જ છે. આજે ગુરૂવારે સાંજે 6 વાગ્યાના અરસામાં એક ફોર વ્હિલ ચાલક જલાલપોર તરફ જવાનો હોય ફાટક બંધ થઈ જવાની હોય તેમણે વાહન પૂરઝડપે હકારી રેલવેની ફાટક પાસેથી પસાર થતા ફાટક તૂટી ગઈ હતી. જેને લીધે રેલવે તંત્ર એ ફાટક સમારકામ માટે થોડો સમય બંધ કરી દીધી હતી. જેને લીધે વાહનચાલકોને જલાલપોર જવા માટે ઠેઠ પૂર્ણા નદીના કિનારેથી પસાર થવું પડ્યું હતું. જેને પગલે વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી.