તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેન વ્યવહાર ખોરવાતાં નવસારી ડેપોએ વધારાની બસ દોડાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં બુધવારે નવસારી રેલવે સ્ટેશને મહિલાઓએ ઈન્ટરસિટી ટ્રેનના કોચ બદલવા માટે રજૂઆત કરતાં મહિલાઓએ નવસારી રેલવે સ્ટેશને રેલ રોકો આંદોલન સુરત તથા અન્ય જગ્યાએ અપડાઉન કરતાં મુસાફરોએ પોતાના ધંધા રોજગારના સ્થળે જવા માટે બસનો સહારો લેવો પડ્યો હતો. નવસારી ડેપો પ્રશાસન દ્વારા પણ મુસાફરોનો ધસારો જોતાં વધારાની 10 વધુ બસો દોડાવી હતી. ડેપો પર 3 ક્લાકમાં 30થી વધુ બસોમાં મુસાફરો સુરત જવા રવાના થયા હતા. જો કે આ ધસારો 9.30થી 11.30 વાગ્યા સુધી રહ્યો હતો .

બુધવારે મહિલાઓએ ઈન્ટરસિટી ટ્રેનમાં કોચ બદલવા મુદ્દે ટ્રેનોને સવારથી રેલ રોકો આંદોલન કર્યું હતું. જેને લઈ સુરત ખાતે નોકરી જવા નીકળેલા વલસાડ, બીલીમોરાના મુસાફરો અટવાયા હતા. જેથી રઝળેલા મુસાફરોએ વૈકલ્પિક મુસાફરીના સાધન તરીકે નવસારી બસ ડેપો ખાતે આવ્યા હતા. સવારે 9 વાગ્યા પછી લોકો ડેપો પર આવા લાગ્યા હતા અને ધીરે ધીરે સુરત જતી બસમાં લોકો બેસીને જતાં હતા પરંતુ 10 વાગ્યા બાદ મુસાફરોનો અનુસંધાન પાના નં. 2

નવસારી ડેપો પર મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો.

વધારાની બસ દોડાવતાં રાહત થઇ
આજે રેલવે સ્ટેશન ખાતે પરિસ્થિતિ બાદ હું બસમાં સુરત જવા નવસારી ડેપોમાં આવ્યો અને મનમાં હતું કે ઘણો ધસારો હોય તો જગ્યા ન મળશે પરંતુ અહી જોયું તો નવસારી ડેપો દ્વારા વધારાની બસો દોડાવીને સારું કામ કર્યું છે. દિલીપ વાઘેલા, મુસાફર, ગ્રીડ-નવસારી

ટ્રેન પાસ હોવા છતાં પૈસા ખર્ચી જ્વું પડ્યું
હું છેલ્લા 30 વર્ષથી સુરત ટ્રેનમાં અપડાઉન કરું છુ. આજ રોજ ટ્રેન ચક્કાજામની પરિસ્થિતિએ મને બસમાં મુસાફરી કરવા આવ્યો છુ. મારી પાસે ટ્રેનનો પાસ છે છતાં આજે મારે પૈસા ખર્ચીને બસમાં જવું પડે છે. હર્ષદ પારેખ, અપડાઉન કરનાર, વિજલપોર

વલસાડથી નીકળ્યો પણ સુરત જવા બસ પકડી
વલસાડથી સુરત આઈટી કંપનીમાં જોબ કરું છુ. આજે ઈન્ટરસિટી ટ્રેનમાં આવ્યો પરંતુ ટ્રેન રોકી દેતા હું જોબ પર જવા નવસારી બસ ડેપો ખાતે આવ્યો છુ. ઘણી બસ ગયા બાદ મુશ્કેલીથી બસમાં જગ્યા મળી છે. રૂચિર દેસાઈ, અપડાઉન કરનાર, વલસાડનો રહીશ

અન્ય સમાચારો પણ છે...