તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી-દાંડી જતી બસો હવે સોલ્ટ મેમો. સુધી જશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીથી દાંડી જતી તમામ એસ.ટી. બસોને સોલ્ટ મેમોરિયલ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આગામી બે દિવસમાં અમલીકરણ શરૂ થઇ જશે.

ઐતિહાસિક દાંડી ખાતે જવા નવસારી એસ.ટી. ડેપોથી અનેક બસો ઊપડે છે. આ એસ. ટી. બસો દાંડીના નિર્ધારિત બસ સ્ટોપ થોભી ત્યાં સુધી જ જાય છે. જોકે દાંડીમાં હવે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ તૈયાર થવું હોય અને ત્યાં હજારો પ્રવાસીઓ આવી રહ્યાં હોય એસ.ટી. બસોને સોલ્ટ મેમોરિયલ સુધી લઇ જવાનો નિર્ણય તંત્રએ લીધો છે.

આ અંગે નવસારી ડેપોમાં મેનેજર વિપુલ રાવલે જણાવ્યું કે, ‘નવસારીથી દાંડી દિવસ દરમિયાન કુલ 13 બસો જાય છે અને ત્યાંથી પરત તેટલી જ આવે છે. આ તમામ બસોને બસ સ્ટોપથી આગળ સોલ્ટ મેમોરિયલ સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. નિર્ણયનું અમલીકરણ બે દિવસમાં જ શરૂ થઇ જશે. બસ સ્ટોપથી મેમોરિયલ અંદાજે 500 મીટર દૂર છે, ત્યાં સુધી બસ જશે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો