તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારીથી દમણ જતી ચાલુ ST બસ ચાલકને ચણવઇ બ્રિજ ઉપર ખેંચ આવી, 40 મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીથી દમણ જતી બસના ડ્રાયવરને ખેંચ આવતા ચણવઇ બ્રિજ ઉપર બસ ડિવાઈડર કૂદીને બસ રોંગ સાઇડ જતી રહી હતી. બસના ડ્રાયવરની સજાગતાને લઈને બસની કંટ્રોલ કરીને બસને ડિવાઈડર પર લાઈટના થાંભલા સાથે ટકરાવીને બસ ઉભી કરી હતી. વલસાડ જિલ્લા પંચાયતના ICDS મહિલા કર્મચારીએ ચાલુ બસે કૂદકો મારતા ઇજાગ્રસ્ત થયા હતા. ડ્રાયવર અને ICDS કર્મચારીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા.

બીલીમોરા ડેપોની બસ નં.GJ-18-Z-3729 નો ડ્રાયવર કમ્લેશ રાઠોડ બસ લઈને શનિવારે સવારે નવસારી બીલીમોરા દમણ બસ લઈને નીકળ્યા હતા. વલસાડથી યાત્રીઓને દમણ તરફ બસ જઈ રહી હતી. ચણવઇ બ્રિજ નજીક ડ્રાયવર કમ્લેશ રાઠોડને ખેંચ આવી હતી. ચાલકને ખેંચ આવતા બ્રિજ નીચેથી બસ લેવાની જગ્યાએ બ્રિજ ઉપર દોડી ગઈ હતી. બ્રિજ ઉપર આવેલા ડિવાઈડર કુદાવી બસ સુરત જતા ટ્રેક ઉપર જતી રહી હતી. કમ્લેશ રાઠોડને ખેંચ આવી હતી જેથી બસ વચ્ચેના ડિવાઈડર તરફ જઇ રહી હતી. વલસાડ જિલ્લા પંચાયતમાં ICDS વિભાગના મહિલા સુપર વાઇઝર વિલાસબેન પટેલ આંગણવાડીનું સર્વે કરવા જઈ રહ્યા હતા. ચાલકને ખેંચ આવી હોવાની યાત્રીઓમાં હોહા થતા ચાલુ બસે કૂદીને ઉતરી ગયા હતા. તેમને માંથામાં ઈજાઓ પહોંચી હતી. કમ્લેશ રાઠોડે બસને કંટ્રોલ કરીને ડિવાઈડર કુદેલી બસને ફરી મુંબઈ જતા ટ્રેક ઉપર લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં ડિવાઈડર ઉપર લાગેલા લાઈટના થાંભલા સાથે બસ ટકરાતા બસને સુરક્ષિત રીતે ઉભી રાખી હતી. બસમાં સવાર 35-40 યાત્રીઓનો આબાદ બચાવ થયો હતો.

બસ ડ્રાયવરને ખેચ આવતા બસ ડિવાઈડર પર ચઢી જતાં 1 મુસાફરને ઈજા પહોંચી હતી .

સદનસીબે બસ હાઇવે ઉપર ન હતી
એસટી બસ વાયા પારનેરાના માર્ગે દોડતી હતી અને ચાલકને ખેંચ આવી ગઇ. સદનસીબે તે સમયે રોંગ સાઇડના ટ્રેક ઉપર કોઇ મોટું વાહન પસાર થઇ રહ્યું ન હતું જેથી કરીને યાત્રીનો બચાવ થયો હતો. જો બસ નેશનલ હાઇવે ઉપર દોડી રહી હોત તો મોટી જાનહાનીની પુરી સંભાવના હતી.

7 વર્ષની નોકરીમાં પહેલી વખત ખેંચ આવી
 એસટી વિભાગમાં છેલ્લા 7 વર્ષથી કમ્લેશ રાઠોડ સાથે કંડકટર તરીકે ફરજ બજાવું છે. કમ્લેશ રાઠોડને પહેલી વખત ખેંચ આવી હતી. ખેંચ આવ્યા બાદ પણ બસને કંટ્રોલ કરીને યાત્રીઓને નુકશાની ન થાય તે રીતે બસને સ્ટ્રિક લાટના થાંભલાનો સપોર્ટ લઈને બસને ઉભી રાખી દીધી હતી. ઠાકોરભાઈ પટેલ, કંડક્ટર

ડ્રાયવરને ખેંચ આવતા યાત્રીઓ ગભરાયા
 ચાલુ બસે ચણવઇ બ્રિજ નજીક પોહોચતા બસ રોડની બાજુમાં આવેલા ડિવાઈડર સાથે ટકરાઈ હતી. ત્યારે ડ્રાયવરને જોતા તેને ખેંચ આવી હોય તેવું લાગતા બસમાં સવાર 35-40 યાત્રીઓ ગભરાઈ ગયા હતા. હું બસના દરવાજાની બાજુમાં બેઠી હતી. બસ થોડી ધીમી થતા બસનો દરવાજો ખોલી કૂદી ગઈ હતી. પાછળ કોઈ વાહન આવતું ન હતું. રોડ ઉપર પડતાં મને માથામાં થોડી ઈજાઓ થઇ છે. વિલાસબેન પટેલ, ઈજાગ્રસ્ત

વિચિત્ર અકસ્માત
બ્રિજ ઉપર બસ રોંગ સાઇડે ઘસી ગઇ, જીવ બચાવવા કૂદેલી મહિલાને ઇજા
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો