તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી કૃષિ યુનિ.નું નેશનલ લેવલે ગૌરવ વધારતા એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નવસારી | નવસારી કૃષિ યુનિવર્સિટીની અસ્પી એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનાં 11 વિદ્યાર્થીઓએ તામિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુર, તામિલનાડુ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની 12મી એગ્રી બિઝનેસ મીટ ‘પ્રબંધાઝ 2020’ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દેશની 8 જેટલી ખ્યાતનામ કૃષિ યુનિવર્સિટીઓ અને મેનેજમેન્ટ મહાવિદ્યાલયોએ પણ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં માર્કેટીંગ, હ્યુમન રીસોર્સ મેનેજમેન્ટ, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ, ઇનોવેટીવ બિઝનેસ પ્લાન અને ઓપરેશન રિસર્ચ જેવી અલગ અલગ સબ- સ્પર્ધાઓ યોજાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી કૃષિ યુનિવર્સિટીનાં એમબીએ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓએ આ પૈકીની ફાયનાન્સિયલ મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ અને ઇનોવેટીવ બિઝનેસ પ્લાનની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને ‘ઓવરઓલ વિજેતા-પી.જી ચેમ્પિયન’ થયા હતા અને સમગ્ર યુનિવર્સિટી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો