તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી કૃષિ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી કૃષિ યુનિવર્સિટીનો 14 મો પદવીદાન સમારોહ તા.10 મી જાન્યુઆરીએ રાજયપાલ ઓ.પી.કોહલીની ઉપસ્થિતિમાં યોજાશે. કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાનારા આ સમારોહમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુ ઉપસ્થિત રહેશે. જયારે આઇસીએઆર ન્યુ દિલ્હીના ડાયરેક્ટર જનરલ ડો.ત્રિલોચન મોહાપાત્રા દિક્ષાંત પ્રવચન આપશે.

કાર્યક્રમના આયોજન માટે કલેક્ટરે નવસારી કૃષિ યુનિવર્સિટીના કેમ્પસની મુલાકાત લઇ, અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી જરૂરી સુચનો કર્યા હતાં. કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.સી.જે. ડાંગરીયાએ જરૂરી વિગતોથી કલેક્ટરને માહિતગાર કર્યા હતાં. કલેક્ટરે હેલીપેડ, બેઠક વ્યવસ્થા વગેરેનું પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યા સાથે નિરીક્ષણ કર્યુ હતું. રાજ્યપાલના કાર્યક્રમને અનુલક્ષીને કલેક્ટર દ્વારા અધિકારીઓને જુદી-જુદી ફરજો સોપવામાં આવી છે. કલેક્ટરે અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી.

૫દવીદાન સમારંભમાં સ્નાતક કક્ષાના 368 અને અનુસ્નાતક કક્ષાના 182 કુલ મળી 550 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ૫દવી એનાયત થશે. ૫દવીદાન સમારંભ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોગ્‍યતા પ્રાપ્ત કરનાર સ્‍નાતક કક્ષાના 12 અને અનુસ્નાતક કક્ષાના 11 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને કુલ 34 ગોલ્ડ‍-ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલો તેમજ યુનિવર્સિટીનો બેસ્ટ ટીચર એવોર્ડ એનાયત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...