Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી પાલિકાના પાંચ હાટડી શોપિંગ સેન્ટરમાં જગ્યા ચોરાઈ!
નવસારી પાલિકાના પાંચહાટડી શોપિંગ સેન્ટરમાં કેટલાક દુકાનદારોએ પાલિકાની જગ્યા ચોરી હોવાનો ગંભીર આક્ષેપ પાલિકાની ભરી સભામાં કરાયો હતો.
નવસારી પાલિકાના પાંચ હાટડી શોપિંગ સેન્ટરના નવિનીકરણનું કામ ઘણા વર્ષથી કાગળ પર જ રહ્યું છે, પરંતુ હવે મોડેમોડે પાંચ હાટડી સ્થિત પાલિકાના દાદાભાઈ નવરોઝી શોપિંગ સેન્ટરના નવિનીકરણનો નિર્ણય લેવાયો છે અને તે માટે બજેટમાં 2 કરોડની ફાળવણી પણ કરાઈ છે.
નવીનીકરણનું કામ શરૂ કરવાની તજવીજ પણ શરૂ થઈ છે. આ દરમિયાન આ કામ શુક્રવારે પાલિકાની સભામાં આવતા વિપક્ષી સભ્ય પિયુષ ઢીમ્મરે ગંભીર આક્ષેપ કર્યા હતા. ઢીમ્મરે કહ્યું કે પાલિકાના આ શોપિંગ સેન્ટરમાં જે જગ્યા અપાઈ તેના કરતાં વધુ જગ્યા કેટલાક દુકાનદારોએ પાલિકાની નજર સામે ચોરી કરી લીધી છે.આ સ્થિતિમાં પાલિકા નવિનીકરણ કર્યા બાદ ચોરી સહિતની જગ્યા આપશે કે મૂળ ફાળવાયેલી જગ્યા જ આપશે એ બાબતે સવાલ કર્યા હતા,જોકે મૂળ ફળવાયેલ જગ્યા જ આપવા પાલિકાએ સભામાં નિર્ણય કરવામાં આવ્યો હતો.
20 ચોરી ઓછી હોય તેમ પાલિકાની સભામાં નવો આક્ષેપ