તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રકૃતિ પાસે લેવાનું શીખ્યા, પાછુ આપવાનું શીખ્યા નથી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ, સયાજી વૈભવ પુસ્તકાલય અને નવસારી મેનેજમેન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના ભવન ખાતે મેગ્સેસ એવોર્ડ વિજેતા તથા જળક્રાંતિના પ્રણેતા ડો. રાજેન્દ્રસિંઘનું ગાંધી અને પર્યાવરણ વિષય ઉપર પ્રવચન યોજાયું હતું. પુસ્તકાલયના પ્રમુખ પ્રશાંત પારેખે સૌને આવકારી વક્તાનો પરિચય કરાવ્યો હતો. એનએમએના પ્રમુખ લલિત પંડ્યાએ સૌનો ઋણ સ્વીકાર કર્યો હતો.

ડો. રાજેન્દ્રસિંઘે રાજસ્થાનમાં ખેડૂતોની મદદથી અઢી લાખ કૂવા રિચાર્જ કરી પાણીનો સ્ત્રોત ઉત્પન્ન કરી 17.50 લાખ કિસાનો ફરીથી ખેતી કરવા લાગ્યા તે અંગે છણાવટ કરી હતી. તેમણે 12 નદીને જીવંત કર્યાનું તથા 10600 ચો.કિ.મી. જમીનમાં હરિયાળી ફેલાવી શક્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે મહાત્મા ગાંધીજીના બુનિયાદી શિક્ષણના રસ્તે જ ક્રાંતિ થઈ શકે તેમ જણાવી પાણી જ પર્યાવરણ-વાતાવરણ અને વાતાવરણ એજ પાણીનું સૂત્ર આપ્યું હતું. પાણી વિના ક્લાયમેટની વાત જ ન થઈ શકે. વરસાદના પાણીને જમીનમાં વધુને વધુ જથ્થામાં ઉતારવા ડો. સિંઘે હાકલ કરી હતી. પાણીના વેડફાટ અંગે તથા બેફામ ઉપયોગ અંગે લાલબત્તી ધરી હતી. ડો. રાજેન્દ્ર સિંઘે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત જમીનમાંથી વધુને વધુ પાણી ખેંચે છે કિંતુ વરસાદનું પાણી જમીનમાં ઉતરે તેવા સઘન પ્રયત્નો નથી કરતું. ગુજરાતને ભવિષ્યે પાણીના સંકટનો સામનો કરવો પડશે. આ 21મી સદી પડકારની સદી છે. મહાત્મા ગાંધીજી આજે જીવંત હોત તો ચરખો ચલાવવાની નહીં પાણી બચાવવાની વાત કરત. દેશના 17 રાજ્યના 365 જિલ્લાએ જમીનમાંથી 72 ટકા પાણી ઉલેચી લીધુ છે. આપણે પ્રકૃતિ પાસેથી લેવાનું શીખ્યા છે. પ્રકૃતિને પાછુ આપવાનું શીખ્યા નથી, જે ગંભીર બાબત છે.

આ પ્રસંગે વિશ્વગ્રામ (સંજય-તુલા) દ્વારા થઈ રહેલી પોરબંદર દાંડી પદયાત્રાના 20 પદયાત્રીઓનું શાલ પુસ્તક aએનાયત કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. વિશ્વગ્રામના સંજયભાઈએ પણ પ્રાસંગિક વાતો કરી હતી. ગાંધીના રસ્તે જ બધી સમસ્યા હલ થઈ શકશે એમ તેમણે જણાવ્યું હતું. પદયાત્રીઓએ આવો લકીરે મિટા દે સંવાદ રજૂ કરી દર્શકોના દિલ જીતી લીધા હતા.

વક્તાનું સન્માન કરતા મહાનુભાવો તેમજ ઉપસ્થતિ નગરજનો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો