તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંસદાની આઈ હોસ્પિટલમાં નેત્રયજ્ઞ સંપન્ન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા | ધન્વન્તરી ટ્રસ્ટ વાંસદા ખાતે આવેલી સંતશ્રી રણછોડદાસ બાપુ આઈ હોસ્પિટલમાં વીર આવો અમારી સાથે નામના મુંબઈની બહેનોના ગ્રુપ દ્વારા રૂ 1.72 લાખનું નેત્રયજ્ઞ માટે દાન મળ્યું હતું. આ દાનની રકમમાંથી કુલ 172 દર્દીઓના આંખના મોતિયાના ઓપરેશન હાથ ધરાયા હતા. બહેનોના આ ગ્રુપ તરફથી ઉમરકૂઈ ખાતે અનાથ બાળાઓ માટેના છાત્રાલયમાં છત બનાવી આપવા ઉપરાંત વોટરકુલર અપાયું છે. આ પ્રસંગે આચાર્ય પૂ. ચંદનાજી (તાઈમા) બે દિવસ ઉપસ્થિત રહી સૌ દર્દીઓને તથા ઉપસ્થિત સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્થાનિક ટ્રસ્ટીઓ સાથે મળી ગ્રુપના અગ્રણી પ્રફુલ્લાબેને સંભાળ્યું હતું. નેત્રયજ્ઞ માટેનું 1 લાખનું દાન જીસીકેમી ફાર્મા લિ. તરફથી મળ્યું હતું. તદઉપરાંત અનાજ માટે રૂ. 11 હજાર અને ઉપસ્થિત મહેમાનો તરફથી રૂ. 12 હજાર મળ્યા હતા. આ પ્રસંગે સંકલન સમિતિના સભ્ય ગીરધરભાઈ સરખેદી તથા ટ્રસ્ટી મંડળના સભ્યો ઘનશ્યામ વ્યાસ, નટવરલાલ (રવુભાઈ) પાનવાલા, ભાવિન ભાવસાર, ડો. દિપક ગજરે સહિત કર્મચારીગણે વ્યવસ્થાનું કામ સંભાળવામાં આવ્યું હતું. ટ્રસ્ટના ડો. પ્રતિક ગાંધીએ તમામ દર્દીઓના મોતિયાના ઓપરેશન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...