તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી માટે નરસી વાત, ટ્રાફિક કર્મી પર 15 દિવસમાં ત્રીજી વાર હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી શહેરમાં તા.17 માર્ચનાં રોજ સાંજનાં સમયે લુન્સીકુઈ સર્કલ પાસે બે વાહનચાલકોએ પોતાનું વાહન નો પાર્કિંગ ઝોનમાં મૂકી દેતા નવસારી ટ્રાફિક પોલીસ દ્વારા લોક મારી દેતા સ્થળ દંડ ભરવા કહેતા બન્ને વાહન ચાલકોએ પોલીસ સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેને લીધે બંને વાહન ચાલકો ઉપર કાયદેસર ની ફરજમાં અડચણ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.વધુ તપાસ પોલીસ કરી રહી છે.

નવસારી શહેરનાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા એએસઆઈ દિલીપ શંકરભાઈ એ ફરિયાદ નોંધાવી કે તેઓ તા.17 માર્ચનાં રોજ લુન્સીકુઈ વિસ્તારમાં ક્રેન વાહનમાં ફરજ બજાવતા હતા. સાંજનાં 7 વાગ્યાનાં સુમારે બ્રહમાકુમારી સર્કલ લુન્સીકુઈ પાસે મુકેલ નો-પાર્કિંગમાં બે વાહનો GJ21 AC 906૩ અને GJ21 AE 6737 પાર્ક કરેલ હોય તેને લોક મારી દીધા હતા.તે દરમ્યાન વાહનનાં ચાલકો આવ્યા હતા અને પોલીસે તેમને સ્થળ દંડ ભરવાનું જણાવ્યું હતું.જેને લીધે વાહનચાલકો અકળાયા હતા. તેઓ પોલીસકર્મીઓને ગાળો આપી જણાવ્યું કે ...અનુ. પાના નં. 3

_photocaption_ટ્રાફિક કર્મીનો શર્ટ ફાડ્યો.*photocaption*
અન્ય સમાચારો પણ છે...