નવસારીમાં બે બાઈકને ટક્કર મારી કાર હોસ્પિટલની બાજુના દરવાજામાં ભટકાઈ

Navsari News - my bike collided in navsari and my car got hit in the door beside the hospital 071008
Navsari News - my bike collided in navsari and my car got hit in the door beside the hospital 071008

DivyaBhaskar News Network

Jun 18, 2019, 07:10 AM IST
નવસારીમાં પરમાર હોસ્પિટલ સામે આવેલા સર્કલ પાસે સોમવારે મોડી સાંજે 8.30ના સુમારે એક કાર (નં. GJ-21-CA-8560)ની મહિલા ચાલકે વાહન ઉપરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેને પગલે કારે બે બાઈકને અડફેટે લીધી હતી અને પરમાર હોસ્પિટલના આંગણામાં મુકેલા જનરેટરમાં અથડાઈને બાજુમાં આવેલા લોખંડના દરવાજામાં ભટકાઈ હતી. સદનસીબે હોસ્પિટલની બહાર લોકોની સંખ્યા નહીંવત હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. કાર ચાલક મહિલા નવસારીના દેવીના પાર્ક વિસ્તારની હોવાની માહિતી સાંપડી છે. આ અકસ્માતમાં કારચાલક મહિલાને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ અકસ્માતમાં એકટીવા તથા શાઈન બાઈકને નુકસાન થયું હોવાની માહિતી સાંપડી છે. કારચાલક મહિલાએ ભૂલથી બ્રેકને બદલે એક્સીલેટર પર પગ મુકાય જતા આ ઘટના ઘટી હોવાનું ચર્ચાય રહ્યું છે. મોડી સાંજે આ કારને ક્રેઇન મારફતે બહાર કાઢવામાં આવી હતી. કારચાલક મહિલા સહિત તેમની સાથે બેસેલી અન્ય મહિલા અને બહારની સાઈડે એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

અચાનક કારે મોપેડને અડફેટે લીધી

 અમે અમારી દુકાન પાસે ઉભા હતા ત્યારે સામેથી અચાનક એક કાર આવીને પહેલા એક બાઈકને ત્યારબાદ એક મોપેડને અડફેટે લીધી હતી. એ પછી કાર સીધી હોસ્પિટલના જનરેટરમાં અથડાઈ હતી. આ ઘટનાને પગલે કારમાં બેઠેલી બે મહિલાઓને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાઈ હતી. મહેશ સોનકર, ફર્સ્ટ પર્સન

X
Navsari News - my bike collided in navsari and my car got hit in the door beside the hospital 071008
Navsari News - my bike collided in navsari and my car got hit in the door beside the hospital 071008
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી