તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી જિલ્લાના વધુ 6 માછીમારો રવિવારે વતન આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી અને વલસાડ જિલ્લા ત્રણ માછીમારોને ગત રવિવારે તેમના ઘરે પહોંચ્યા બાદ પાકિસ્તાન સરકારે 15મી એપ્રિલે બીજી યાદી જાહેર કરી હતી. જેમાં 100 માછીમારો પૈકી નવસારી જિલ્લાના વધુ 6 માછીમારોને આજરોજ મુક્ત કર્યા હોય તેઓ 21મી એપ્રિલ રવિવારે તેમના ઘરે આવશે. માછીમારો વાઘા બોર્ડરે આવી ગયા હોવાની વાત જાણતા માછીમારોના પરિવારોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

નવસારી જિલ્લામાં માછીમારોની ફિશિંગ બોટ ઉપર મજૂરી માટે ઘણાં ગામોથી લોકો જતાં હોય છે. માછીમારોની બોટ માછીમારી કરતાં ભૂલથી પાકિસ્તાનની બોર્ડરે પહોચી જતી હોય છે. પાકિસ્તાન મરીન પોલીસ દ્વારા તેમની હદમાં આવી ગયા હોય તેમની ધરપકડ કરતાં હોય છે. એવી જ રીતે આવા માછીમારોને અમુક સમય પછી છોડી દેતા હોય છે. ગત સપ્તાહે પાકિસ્તાન સરકાર દ્વારા આવી રીતે પકડાઈ ગયેલા 97 માછીમારોને પાકિસ્તાન સરકારે છોડી દીધા હતા. 15મી એપ્રિલે પાકિસ્તાન ખાતેથી છૂટીને આવતા 100 માછીમારોની યાદી આપી હતી, જેમાં નવસારીના 6 માછીમારોના નામ પણ હોય તેની જાણ પરિવારને થતાં તેમના પરિવારમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. જેમાં જલાલપોરના કૃષ્ણપુરનો 1, અમલસાડના 2 અને ખેરગામના 3 માછીમાર વાઘા બોર્ડરે પહોચીં ગયાની વિગતો મળી હતી.

રાધિકા બોટના 8 પૈકી 7નો છૂટકારો થયો
11મી નવેમ્બર 2017એ ઓખાથી ફિશિંગ કરવા ગયેલી રાધિકા બોટ પરત ન આવતા તપાસ કરતા આ બોટને પાકિસ્તાની મરીન પોલીસવાળા પકડીને પાકિસ્તાની જેલમાં લઇ ગયા હતા. જેમાં નવસારીના કૃષ્ણપુરના રાજેશ ટંડેલ (ઉ.વ. 35), અમલસાડના નયન ખલાસી (ઉ.વ. 24) અને છબીલદાસ ખલાસી (ઉ.વ. 45), મોહન હળપતિ, રવજી હળપતિ અને બાબુ હળપતિ (રહે. ખેરગામ) મળી કુલ 8 હતા. જેમાં ગતરોજ મેંધરના હસમુખ ટંડેલ (ઉ.વ.47) ઘરે આવ્યા હતા. હવે 8 પૈકી 7 ઇસમો રાધિકા બોટના માછીમારોનો છુટકારો થયો છે.

સોમવારે બીજા 100 માછીમારોની યાદી જાહેર થઇ
પાકિસ્તાન સરકાર દ્વારા પહેલી યાદીમાં 97 ખલાસીઓને છોડ્યા હતા. સોમવારે બીજી યાદી જાહેર કરતાં 100 માછીમારોને છોડશે.જેઓ આજે વાઘા બોર્ડર પાસે આવી ગયા છે. તેમને ભારતીય સત્તાવાળા આવકાર આપશે.તમામ માછીમારો ગુજરાતના હોય તેઓને વેરાવળ લવાશે અને ત્યાં સન્માનનો કાર્યક્રમ યોજાશે. બાદમાં ઘરે જવા રવાના થશે. નવસારીના 7 માછીમાર રવિવારે ઘરે આવવાની શક્યતા છે. ટી.પી.ટંડેલ, મહામંત્રી, પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘ

અન્ય સમાચારો પણ છે...