તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આહવામાં ગરીબ કલ્યાણ મેળામાં 32 કરોડથી વધુના લાભો એનાયત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિવાસી પ્રદેશમાં વસતા અંદાજીત 1.87 કરોડ આદિવાસી પરિવારોનાં સવાગિણ ઉત્કર્ષ માટે મુખ્યમંત્રીએ, અનેકવિધ નિર્ણયો ત્વરિતતાથી લઇને, વંચિતોના વિકાસની નેમ વ્યક્ત કરી છે તેમ, પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું.

રાજ્ય વન મંત્રી રમણલાલ પાટકરે, ડાંગ જિલ્લામાં જળસંચય ક્ષેત્રે પાણીને રોકવા માટેના હાથ ધરાયેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. ગ્રામીણોને રોજીંદા સરકારી કામો માટે ધક્કા ખાવા ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવાનું સૂચન કરતા મંત્રી રમણલાલ પાટકર સહિ‌ત મહાનુભાવોએ લાભાર્થીઓને 32 કરોડના વિવિધ સાધનસહાય અર્પણ કર્યા હતા.

આહવા ખાતે ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિતમહાનુભાવો.

અન્ય સમાચારો પણ છે...