તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોલધરાના વૃદ્ધને 192નું ડીશ ટીવીનું ઓનલાઈન રિચાર્જ 19 હજારમાં પડ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિવિધ એપ્લીકેશન ઉપરથી તમે રિચાર્જ સહિત વ્યવહાર ઓનલાઈન કરતા હોય તો ચેતજો નહીંતર કોઈવાર રિચાર્જ તો ન થશે ઉલટાનું રીફંડની અરજી માટે હેલ્પલાઈન ઉપર અજાણ્યા ગઠિયાઓ તમને રીફંડ માટે લીંક મોકલાશે અને વાતચીતમાં UPI નંબર માંગશે અને રીફંડની જગ્યાએ તમારા ખાતામાંથી બારોબાર રકમ ઉપડી જશે તેવી મોડસ ઓપરેન્ડી હમણાં થઇ રહી છે.

જેનો ભોગ નવસારીનાં મોલધરા ગામનાં વૃદ્ધ બન્યા હતા. તેમણે રૂ. 192ની ડીશ ટીવીનું ઓનલાઈન રીચાર્જ કરાવતા રીચાર્જ થયું ન હતું. તેમણે આ રીફંડ મેળવવા હેલ્પલાઈન નંબર પર ફોન કરતા ગઠિયાઓએ તેમના બેંક ખાતામાંથી 19 હજાર બારોબાર ઉપાડી લેતા તેમના વિરૂદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. નવસારી તાલુકાનાં ...અનુસંધાન પાના નં. 3

સાયબર ક્રાઈમની ઘટનાની રીતભાત બદલાઈ
પહેલા અમુક બેંકમાંથી બોલું છુ તેમ કહી વાતચીતમાં ATM કાર્ડ બ્લોક થવો, ઓનલાઈન વસ્તુઓનું ખરીદ વેચાણ માટે લોટરીની લાલચ આપી લીક મોકલાવી અને હવે ટીવી રીચાર્જ, વિવિધ બીલોની ઓનલાઈન ચુકવણીમાં લીંક મોકલીને વાતચીત દરમિયાન UPI નંબર મંગાવી સાયબર ક્રાઈમને અંજામ આપતી ઘટના વધી રહી છે.

નવસારી જિલ્લામાં સાયબર ક્રાઈમ માટે કોઈ વિભાગ જ નથી
દક્ષિણ ગુજરાતમાં માત્ર સુરત વિસ્તારમાં જ સાયબર ક્રાઈમનાં ગુના ડિટેકટ માટેનો નિષ્ણાત સ્ટાફ છે. નવસારી જિલ્લા પોલીસમાં છેલ્લા ત્રણ વર્ષમાં સાયબર ક્રાઈમની ઘટનામાં વધારો નોંધાયો છતાં સાયબર ક્રાઈમ માટે અલગ વિભાગ જ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો