તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાની યુવતી બળાત્કાર- હત્યા વિરોધમાં કેન્ડલ માર્ચ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીમાં રવિવારે વિદ્યા સજીવની મંડલ, દલિત સમાજ, ભીલીસ્તાન ટાયગર સેના અને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મોડાસાની યુવતીના અપહરણ અને બળાત્કાર કરી હત્યા કરી દેવાતા આ નરાધમોને ફાંસી આપવા અર્થે જિલ્લામાં કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ સંગઠનો પણ જોડાયા હતા.

નવસારીમાં જસ્ટીસ ફોર કાજલનાં બેનર વિદ્યા સંજીવની સંસ્થા, દલિત સમાજ, ભીલીસ્તાન ટાયગર સેના અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓ 12મીને યુવા દિવસે રાત્રે 8 વાગ્યાનાં અરસામાં નટરાજ ટોકીઝ, રેલવે સ્ટેશન પાસે ભેગા થયા હતા. મયુર પટેલ, પરેશ વાટવેચા, ભાવેશ પરમાર વિજયભાઈ સહિત અગ્રણીઓ અને સામાજિક રાજકીય કાર્યકરોએ ઉપસ્થિત રહી રાજમાર્ગ ઉપર કેન્ડલ માર્ચ કાઢી હતી. નવસારી શહેરનાં રાજમાર્ગો ઉપર ફરી લુન્સીકૂઈ બાબાસાહેબની પ્રતિમા પાસે પહોંચી હતી અને મૃતક યુવતીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને અને બળાત્કારીઓને ફાંસી આપવાની માંગ કરી હતી. વાંસદા ચીખલી તાલુકાનાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મોડાસાની તરુણી ઉપર થયેલા દુરાચાર અને હત્યા બદલ નરાધમો ઉપર ફિટકાર વરસાવીને પ્રતાપનગર પાસે કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું. જેમાં ધારાસભ્ય અનંત પટેલ, રમેશ પટેલ -ખાંભલા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો