તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેઈન વોટર હાર્વેસ્ટીંગ તથા વૃક્ષારોપણ કરવા સરપંચો સાથે બેઠક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં રેઈન વોટર હાર્વેસ્ટીંગ તથા વૃક્ષારોપણ કરવાની કામગીરી કરવા નવસારીના સાંસદ સી.આર. પાટીલે ભાજપના કાર્યકરો, સરપંચોને તાકિદ કરી હતી. ખડસુપા બોર્ડિંગ કોળી સમાજની વાડી ખાતે નવસારી સાંસદ ક્ષેત્રના ધારાસભ્યોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ પાટીલે સંસદીય ક્ષેત્રમાં એક ગામમાં ઓછામાં ઓછા 300 વૃક્ષ એટલે કે તેમના ક્ષેત્રમાં કુલ 90 હજાર વૃક્ષો સાથે દરેક સરપંચ અને હોદ્દેદારો મળી કુલ 2 લાખ વૃક્ષનું રોપાણ કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. સાંસદ પાટીલે એ ટાર્ગેટ પૂર્ણ કરવા તાકિદ કરી હતી. પાણીની અછતને નિવારવા આ પહેલમાં તમામ લોકોને સહકાર આપે તેવી ટહેલ તેમણે નાંખી હતી. તેમણે રેઈન વોટર હાર્વેસ્ટીંગ અંગે લોકોને સમજ આપી આ માટે જરૂરી કામગીરી કરવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...