તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજલપોરના યુવકની તળાવમાંથી ભાળ ન મળતા અનેક તર્કવિતર્કો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજલપોરના તળાવમાં કથિત ડુબી ગયેલ યુવાનની ભાળ 72 કલાકે પણ ન મળતાં અનેક તર્કવિતર્કો શરૂ થયા છે.

વિજલપોરનાં આંબેડકરનગર વિસ્તારમાં રહેતા બબલુ ઉર્ફે અજય શર્મા નામનો યુવક નજીકનાં રામનગર વિસ્તારમાં આવેલા ચંદન તળાવમાં ગુરૂવારે ડૂબી ગયાની વાત બહાર આવી હતી. તળાવ નજીક તેનાં કપડાં મળી આવ્યાં હતાં અને કોઇકે તેને તળાવમાં ગયાનું જોયું હોવાનું જાણવા મળ્યું હતું. ગુરૂવારથી જ બબલુ તળાવમાં ડૂબી ગયાનું માની વિજલપોર-નવસારીના ફાયરના જવાનોએ તેની શોધખોળ કરી હતી. શુક્ર અને શનિવારે તો સુરતની રેસ્ક્યુ ટીમે અદ્યતન સાધનો સાથે શોધખોળ કરી હતી છતાં પણ બબલુની ભાળ મળી ન હતી.

આજે રવિવારે પુન: વિજલપોર પાલિકાનાં ફાયરના જવાનોએ પણ શોધખોળ કરી હતી છતાં પત્તો મળ્યો ન હતો. આમ ત્રણ-ત્રણ દિવસ અને 72 કલાક વીતવા છતાં બબલુની ભાળ તળાવમાં ન મળતાં લોકોમાં અન્ય તર્કવિતર્કો શરૂ થયા છે શું બબલું તળાવમાં જ ડૂબી ગયો છેω યા અન્યત્ર ચાલી ગયો છેω એવા સવાલો પણ હવે શરૂ થયા છે. આ દરમિયાન ત્રણ દિવસ બાદ બબલુ શર્માની માતા રાજકુમારી રામસમુદ શર્માએ રવિવારે પોલીસમાં બબલુ ગુમ થયાની ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...