Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માનવજાતે પોતે જ પોતાની ઘોર ખોદી છે, જળ-જમીન-જંગલ જેવા પર્યાવરણનો દાટ વાળ્યો છે
નવસારી | નવસારી તપોવન સંસ્કારધામમાં પંન્યાસ રાજરક્ષિત વિજયજીએ જણાવ્યું કે જે કુટુંબમાં માત્ર સંપત્તિ-સત્તા અને સૌંદર્યની બોલબાલા હોય છે ત્યાં રહેલા મેમ્બરો પ્રાય: કરીને ટેન્શન, ઈરિટેશન, ફ્રસ્ટેશન અને ડિપ્રેશનથી રિબાતા જોવા મળે છે. નાનુ કુટુંબ તે સુખી કુટુંબ એ વ્યાખ્યા કરતા ગુણી કુટુંબ એ સુખી કુટુંબ એ સ્લોગન વધુ બરાબર લાગે છે. જે ઘરમાં ગુણવાન વ્યક્તિઓ હોય છે ત્યાં સ્વર્ગનું વાતાવરણ ઉતરે છે. સંતોષ સાથે સૂઈ શકે અને ઉલ્લાસ સાથે ઉઠી શકે તે સ્વસ્થ માણસ કહેવાય. કુદરતે માનવને આપવાનું જ કાર્ય કર્યું છે. સૂર્ય પ્રકાશ આપે, વૃક્ષ છાંયડો આપે, નદી પાણી આપે, ફૂલ સુગંધ આપે, ચંદન ઘસાઈને પણ ઠંડક આપે છે. માનવે માત્ર લેવાનું જ કામ નહીં પરંતુ લૂંટવાનું કામ કર્યું છે. જળ-જમીન, જંગલ-જનાવર સ્વરૂપ પર્યાવરણનો દાટ વાળ્યો છે. ધરતીના પેટાળમાંથી ટ્યૂબવેલ દ્વારા જળનો પ્રવાહ ખલાસ કર્યો, વધુ પાક લેવાના લોભમાં ફર્ટીલાઈઝર વડે ફળદ્રુપ જમીન બાળીને ખાખ થઈ ગઈ. આદિવાસી જીવાદોરી જંગલોનો સફાયો બોલાવ્યો, જેથી સિંહ-વાઘ માનવની વસતિમાં આવવા લાગ્યા. ભારતની ભૌતિક સમૃદ્ધિની મૂળ પશુ (જનાવર)ની બેફામ કતલ થવાથી પર્યાવરણ ડિસ્ટર્બ થયું. તેમણે કહ્યું હતું કે સંતોષ સાથે સૂઈ શકે અને ઉલ્લાસ સાથે ઉઠી શકે તે સ્વસ્થ માણસ કહેવાય. કોરોના વાઇરસ, સ્વાઈન ફલૂ જેવા ભયાનક રોગોની મહામારીમાં સમગ્ર વિશ્વ ભયાનક મુસીબતમાં સપડાયું છે, પરંતુ માનવી સમજતો જ નથી. માનવ પર્યાવરણને આટલી ખરાબ રીતે ડિસ્ટર્બ કરશે તો ડિસ્ટ્રોય થવાની તૈયારી રાખવી પડશે.