નવસારીની એપીએમસીમાં કેરી બજારનો ધમધમાટ પાચેક દિવસથી 3000થી 4000 મણ કેરીની થઈ રહેલી આવક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં નવસારી સહિત જિલ્લામાં આવેલા એપીએમસીમાં કેરીનું હરાજીથી વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે. નવસારીમાં આવેલી એપીએમસીમાં ખેડૂતો દ્વારા હરાજીથી વેચાણ કરવા માટે વિવિધ જાતની કેરી ઠાલવવામાં આવી રહી છે. તેમાં પણ કેટલાક ખેડૂતો પોતાની ઉપજના સારા ભાવ મળશે તેવી આશા અને જો વરસાદ વહેલો તો કેરીનો પાક બગડે નહીં તે ચિંતાએ એ કેરીના નાના ફળ લાવી રહ્યાં છે તેવા ખેડૂતોને કેરીના ભાવ પૂરતા મળી ન રહ્યા હોવાની ચર્ચા સંભળાઈ રહી છે. નવસારી એપીએમસીમાં હાલમાં કેરીના પ્રતિમણના ભાવ આ રીતે અપાઈ રહ્યાં છે જેમાં કેસરના 500થી 1300 રૂપિયા, હાફુસના 800થી 1000, લંગડાના 700થી 1100, રાજાપુરીના 250થી 400, દશેરીના 700થી 1000 અને દેશી કેરીના 150થી 300 રૂપિયા પ્રતિમણનો ભાવ બોલાઈ રહ્યો છે. હાલમાં કેટલાક દિવસથી નવસારી એપીએમસી 3000થી 4000 મણ કેરી ઠલવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...