તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસ ખરાબ નથી હોતો એનો સમય ખરાબ હોય છે : જૈનમુનિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈનાચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન યુવા આચાર્યદેવ રશ્મિરત્નસૂરિશ્વરજી મ.સા.એ ‘ચાલો જીવનનિર્માણ કરીએ’ વિષય ઉપર નવસારી સબજેલના કેદી ભાઈઓને પ્રવનચ આપતા જણાવ્યું કે ભૂલ ન કરે એ ભગવાન છે. ભૂલ કરી પસ્તાય એ ઈન્સાન છે અને ભૂલ પર ભૂલ કરે એ શેતાન કહેવાય છે. જેલ એ સુધાર ખાતુ છે. સ્વીકાર એ સુધારની ભૂમિકા છે. માણસ ખરાબ નથી હોતો એનો સમય ખરાબ હોય છે. સત્સંગ એ પારસમણી છે. સત્સંગથી લોઢા જેવો માણસ પણ સોનુ બની જાય છે. જીવનમાં ક્યારેય હતાશા ન લાવો. હવેથી નવું જીવન જીવવાનો દૃઢ સંકલ્પ કરો.

એમણે વધુમાં કહ્યું કે આવેશ બુરી ચીજ છે. ક્રોધાવેશ અને કામાવેશ બંને ખરાબ છે. ક્રોધમાં માણસ એવી ભૂલ કરી બેસે છે કે પછી જીવનભર પસ્તાવો જ હાથમાં રહે છે. પૂ. ગુરૂદેવની હૃદયસ્પર્શી અપીલથી સૌ કેદીઓના આંખમાં પશ્ચાતાપના આંસુ હતા અને જીવનનિર્માણના અનેક સંકલ્પો કર્યા. જેમાં ક્રોધમાં નહીં આવવાનું, ગુટખા-દારૂ, જુગાર આદિ વ્યસનોનો ત્યાગ, આત્મહત્યા નહીં કરવાની અને માતાપિતાને પગે લાગવું. આચાર્ય રશ્મિરત્નસૂરિજી દ્વારા રવિવારે આદિનાથ જૈન શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘમાં સવારે 9 કલાકે રામાયણ અને મહાભારતનું મૂળ શું ω એ અંગે જાહેર પ્રવચન થશે.

અન્ય સમાચારો પણ છે...