તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં ઓછું તાપમાન, વધુ ભેજ સાથે પવન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીમાં તાપમાનમાં સાધારણ વધારો છતાં વધુ ભેજ અને પવનને કારણે રવિવારે શીતલહેર યથાવત રહી હતી. નવસારીમાં સતત ચાર દિવસ બુધથી શનિ સુધી સવારનાં સમયે તાપમાનનો પારો 7 ડીગ્રીની આસપાસ જ સ્થિર થતાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

જોકે રવિવારે સવારે તાપમાન 1.6 ડીગ્રીનો વધારો થઇ પારો 8.6 ડીગ્રીએ સ્થિર થયો હતો. તાપમાનમાં સવારે જ્યાં વધારો થયો ત્યાં બપોરે શનિવારની સરખામણીએ તાપમાન 2.3 ડીગ્રી ઘટી પારો 29.2 ડીગ્રીએ સ્થિર થયું હતું.

અન્ય સમાચારો પણ છે...