પ્રેમ એક એવું રસાયણ છે કે જેનાથી બધાને જીતી શકાય

Navsari News - love is an alchemical that all can win 071011

DivyaBhaskar News Network

Jun 18, 2019, 07:10 AM IST
પ્રેમ એક એવું રસાયણ છે કે જેનાથી બધાને જીતી શકાય છે. શિક્ષણ, આરોગ્ય અને સાંસ્કૃતિક આદાન પ્રદાનથી કાશ્મીરીઓના દિલ આપણે જીતવાના છે. હિંસા કોઈ પ્રશ્નનું સમાધાન નથી. ગાંધીજી, વિનોબા ભાવે, સરદાર અને જયપ્રકાશ નારાયણની વિચારધારાઓના માર્ગે જ કાશ્મીરનો પ્રશ્ન હલ થઈ શકશે. કાશ્મીરના લોકો સાથે પ્રેમ-સ્નેહભર્યો સંબંધો વિકસાવીશું તો ે આપણા બનાવી શકીશુ. સ્વૈચ્છિક સંસ્થાઓએ આ કાર્ય માટે આગળ આવવું જોઈએ.અંગ્રેજોએ વારસામાં આપેલ ભાગલાની રાજનીતિને તિલાંજલી આપી તમામ ધર્મ, વર્ગ, જાતિના માનવીઓ વચ્ચે હૃદયથી સંપ, સુહૃદભાવ અને એકતા સ્થપાય તેવા પ્રયાસો કરવા જોઈશે. ઉપરોક્ત શબ્દો નવસારી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે વિશ્વગ્રામ સંસ્થાના કર્તાહર્તા સંજયભાઈ ભાવસારે ઉચ્ચાર્યા હતા. સંજયભાઈ ભાવસારે રાજકારણીઓ સ્વાર્થ માટે કાશ્મીરની પ્રજાને ગુમરાહ કરી ધૃણા પ્રસરાવવાનું કાર્ય કરી રહ્યા છે. તેની આલોચના કરી હતી. 2005થી મહેસાણા નજીક લાસણા ગામની વિશ્વગ્રામ સંસ્થા દ્વારા કાશ્મીરની આમજનતા સાથે શિક્ષણ, આરોગ્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આદાનપ્રદાનના પ્રસંગો વર્ણવી કાશ્મીરની જનતા ભારતના સામાન્ય પ્રવાહમાં ભળી જવાની લાગણી ધરાવતી હોવાની પ્રતિતિ કરાવી હતી. કાશ્મીરની જનતાને આપણા બનાવી શકીશું તો કાશ્મીરના યુવકો-યુવતીઓને ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાતમાં કરેલી વ્યવસ્થા અંગે પણ સંજયભાઈએ વાતો કરી હતી. કાશ્મીરના કલાકારોને ગુજરાત લાવી તેમના કાર્યક્રમો થનાર છે. નવસારીમાં ઘણુ ખરુ 14મી સપ્ટેમ્બરે કાર્યક્રમ યોજાશે. કાશ્મીરના શિક્ષકોને વિવિધ રાજ્યોમાં લવાશે તથા અહીંના શિક્ષકોને કાશ્મીર લઈ જવાશે અને આદાનપ્રદાન દ્વારા સ્નેહનો સેતુ બંધાશે તેવી ભાવના સંજયભાઈએ વ્યક્ત કરી હતી. મહાદેવ દેસાઈએ ઓએસીસ દ્વારા કાશ્મીરના શિક્ષકોને તાલીમ આપવાની પ્રવૃત્તિની ઝાંખી કરાવી હતી.

X
Navsari News - love is an alchemical that all can win 071011
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી