તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરગામ તાલુકાના બહેજ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ | નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બહેજ ગામે રૂ. 92 લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહેજનું લોકાર્પણ તથા ધનોરી અને કાંગવઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત આજરોજ રાજય આરોગ્ય મંત્રી કિશોરભાઇ કાનાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજયમંત્રી કિશોરભાઇ કાનાણીએ જણાવ્યું હતું કે, લોકોને સસ્તી, સારી અને ઝડપી આરોગ્ય સેવા મળી રહે તે માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે. તેમણે પુલવામા ખાતે આતંકી હુમલામાં વિરગતિ પામેલા જવાનોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. રાજયમંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર ગામડે ગામડે દવાખાનાં શરૂ કરી આરોગ્ય સેવાનો વિસ્તાર અને વ્યાપ વધારી રહી છે. બહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય સેવાથી આજુબાજુનાં ગામોની લાભ મળશે. રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્રે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આરોગ્ય સેવાનો અવિરત યજ્ઞ શરૂ કર્યો છે. ભારત દેશમાં આરોગ્ય ક્ષેત્રે આયુષ્યમાન ભારત યોજના અમલી બનાવી છે. જિલ્લા પંચાયત પ્રમુખ ડો. અમિતાબેન પટેલે જણાવ્યું હતું કે, પહેલું સુખ જાતે નર્યા આપણું આરોગ્ય સારું હશે તો દરેક કાર્ય સારી રીતે કરી શકીશું. રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલી બનાવીને લોકોની આરોગ્યની બાબતમાં કેટલી ચિંતિત છે તેની પ્રતિતી કરાવી છે. કાર્યક્રમ દરમિયાન આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ગોલ્ડન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. નરેશભાઇ પટેલ, પિયુષભાઇ પટેલ, અગ્રણીઓ અનિલભાઇ પટેલ, સુનિલભાઇ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાવસાર સહિતના અધિકારીઓ/પદાધિકારીઓ તેમજ મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો