વાંસદા | વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામમાં આવેલી ગુરૂકુલ વિદ્યાલયમાં ગાંધીજીના જીવનપ્રસંગો અંગેનો સેમિનાર વિશે આયોજન કરાયું હતું. જેમાં પ્રતાપ હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય મગનભાઈ, વક્તા તરીકે મૂળજીભાઈએ શરીરના રોગો અંગેની માહિતી આપી નૈસર્ગિક ઉપચારો વિશેની માહિતી આપી હતી. આ ઉપરાંત અક્ષર સુધારણા અને વાંચન લેખન સુધારા અંગેની જાણકારી આપી હતી. પ્રતાપભાઈ ત્રિવેદીએ ગાંધીજીના જીવન પ્રસંગોમાં એમનું સાધારણ જીવન અંગે, આઝાદીની લડત, સત્ય બોલવુ તેમના બેરિસ્ટરનું ભણતર, દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં કાળા-ગોરાનો ભેદભાવ અંગેની માહિતી તેમજ ભારતના અસહકારની ચળવળના આંદોલનો વગેરેની માહિતી આપી હતી. જીવનપ્રસંગો વર્ણવતા અનેક પુસ્તકો જેવા કે હિંદ સ્વરાજ, દાંડીકૂચ, બાપુની ઝાંખી, ગાંધીબાપુ, ગાંધીગંગા, રામનામ, બાપુના જીવન પ્રસંગો, આંસા લૂછવા જાઉ છું. ગીતા બોધ, બુનિયાદી શિક્ષણ વગેરે પુસ્તકોથી પરિચિત કરાવ્યા હતા.