અકસ્માત અને પ્રોહિબિશનના ગુનાના આરોપીઓ પકડાયા

DivyaBhaskar News Network

Dec 07, 2018, 04:31 AM IST
Vansda News - latest vansda news 043131
વાંસદા પોલીસે છેલ્લા 4 વર્ષથી નાસતા ફરતા રાજ્ય બહારના એક અને જિલ્લા બહારના એક મળી કુલ 2 નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

નવસારી પોલીસ અધિક્ષક દ્વારા વાંસદા પોલીસ સ્ટેશન ખાતેના નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત નવસારી નાયબ પોલીસ અધિક્ષક એસ.જી. રાણાના માર્ગદર્શન હેઠળ વાંસદા પીએસઆઈ જે.વી.ચાવડાએ બે ટીમોની રચના કરી એએસઆઈ દિલીપભાઈ, ઉત્તમભાઈ તથા પો.કો. મનહર અને સંદીપની ટીમને મહારાષ્ટ્રના નાસિક વિસ્તારમાં તપાસ માટે મોકલતા વાંસદા પોલીસ સ્ટેશનના વાહન અકસ્માતના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસતા ફરતા આરોપી શિવાજી શામરાવ સૂર્યવંશીને નાસિકથી ઝડપી પાડ્યો હતો.

એજ રીતે હે.કો. જયંતિભાઈ, પો.કો. વિજય, કૃણાલ તથા એલપીસી જયશ્રીબેનની ટીમને સુરત વડોદરા વિસ્તારમાં તપાસ માટે મોકલાતા વાંસદા પોલીસ સ્ટેશનેપ્રોહિ. એક્ટ કલમ 65એઈ, 81,98 મુજબના ગુનામાં નાસતી ફરતી આરોપી આશા અનિલભાઈ ખેડકર (રહે. સુરત)ને વડોદરા ખાતેતી ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આ બંને નાસતા ફરતા આરોપીને વાંસદા પોલીસ સ્ટેશને લાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

X
Vansda News - latest vansda news 043131
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી