લાકડબારી ગામે સેવાસેતુ કાર્યક્રમમાં 1365 પ્રશ્નોનો સ્થળ પર ઉકેલ લવાયો

ઉપસ્થિત અરજદારોને આયુર્વેદિક ઉકાળો પીવડાવાયો

DivyaBhaskar News Network | Updated - Dec 09, 2018, 04:05 AM
Vansda News - latest vansda news 040529
વાંસદા તાલુકાના લાકડબારી ગામે તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 1365 જેટલા પ્રશ્નોનો સ્થળ ઉપર હકારાત્મક નિકાલ કરાયો હતો.

વાંસદા તાલુકાના લાકડબારી ગામે તાલુકાનો સેવાસેતુ કાર્યક્રમ વાંસદા ઈનચાર્જ મામલતદાર વિજય સાનેની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં 1365 જેટલા પ્રશ્નોનો સ્થળ ઉપર હકારાત્મક નિકાલ કરવામાં આવતા લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. તાલુકા સેવા સેતુ કાર્યક્રમમાં આવકના દાખલા, જાતિના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડ તેમજ આયુર્વેદિક વિભાગના ડો. નયના પટેલ તથા સ્ટાફે અરજદારોને આયુર્વેદિક ઉકાળો પીવડાવાયો હતો. વહીવટી સ્ટાફે અરજદારોની અરજીનો નિકાલ કર્યો હતો.

લાકડબારી ગામે સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત અરજદારો અને અધિકારીઓ.

X
Vansda News - latest vansda news 040529
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App