કેલીયા ગામે ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાની સભા મળી

Vansda - latest vansda news 040116

DivyaBhaskar News Network

Nov 11, 2018, 04:01 AM IST
9મી નવેમ્બરે વાંસદા તાલુકાના કેલીયા ગામે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જનજાતિ મોરચાની સભા જિલ્લા પ્રમુખ ડો. પંકજકુમાર પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. તેમાં સરકારની જન ધન યોજના, ઉજ્વલા ગેસ યોજના, વન અધિકાર અધિનિયમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રા.) સહિતની સરકારની યોજનાની જાણકારી જિલ્લા પ્રમુખ ડો. પંકજકુમાર દ્વારા અપાઈ હતી. કેલીયા ગ્રા.પં.ના સરપંચ, શક્તિ કેન્દ્રના પ્રમુખ દિનેશભાઈ, વોર્ડ સભ્ય બીપિનભાઈ, ભરતભાઈ પટેલ, ડો. મણિલાલ સહિત અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કેલીયા ગામે ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાની સભા મળી હતી.

X
Vansda - latest vansda news 040116
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી