ભીનાર ગ્રામ પંચાયતની સભામાં વિવિધ મુદ્દે રજૂઆત કરવામાં આવી

DivyaBhaskar News Network

Dec 07, 2018, 04:16 AM IST
Unai News - latest unai news 041636
ભીનાર ગામે ગ્રામપંચાયત ડેવલપમેન્ટ પ્લાન્ટ અંતર્ગત ભીનાર ગ્રામપંચાયત ખાતે સરપંચના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજાઈ હતી.

કાર્યક્રમની શરૂઆત તલાટી કમ મંત્રી પંકજ પટેલ એજન્ડાનું વાંચન કરી કર્યું હતું. બાદમાં ગ્રામસભામાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ગામના વિકાસના કામોમાં રસ્તા, પાણી, બ્લોકનું કામ વગેરેની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે ગામના અગ્રણીઓ દ્વારા વિવિધ રજૂઆતો પણ કરવામાં આવી હતી, જેનો યોગ્ય ઉકેલ લાવવા ખાતરી અપાઈ હતી. ગ્રામસભામાં જિલ્લામાંથી નવસારી જિ.પં. હિસાબનીશ પી.જી. પટેલ, સરપંચ લીનાબેન પટેલ, ગામના અગ્રણી નમલાભાઈ, ગ્રા.પં. સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ભીનાર ગ્રા.પં. ખાતે ગ્રામસભા યોજાઈ હતી.

X
Unai News - latest unai news 041636
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી