લાખોમાં એક એવી બે ગર્ભાશયવાળી મહિલાને સફળ પ્રસૂતિ કરી જીવ બચાવાયો

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:56 AM IST
Saputara News - latest saputara news 035559
ડાંગમાં હવે પછી એક પણ માતા મૃત્યુ ન થાય તે માટે સંકલ્પબદ્ધ ટીમ આરોગ્ય, અને તજજ્ઞ તબીબોએ બિલમાળ ગામની મહિ‌લાના એક જટીલ કેસમાં ઓપરેશન કરીને, માતા તથા બાળકને બચાવી લીધું હતુ.

આહવા સિવિલના સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.ધારા પટેલ, અને એનેસ્થેટીસ્ટ ડો.જીગ્નેશ પટેલ તથા તેમની ટીમે ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો.રશ્મિકાંત કોંકણીના માર્ગદર્શન પ્રસુતિના જટીલ કેસમાં, તુરંત સીઝેરીયન કરીને, મહિ‌લા તથા બાળકનો જીવ બચાવી લીધો હતો. ડો.ધારા પટેલના જણાવ્યાનુસાર ગત ઓક્ટોબરમાં રાત્રિના સમયે 1 વાગ્યે અંતરિયાળ બિલમાળથી સગર્ભાને પ્રસુતિ માટે સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. જેને 24 કલાક સુધી પ્રસુતિ ન થતાં, આ કેસ પ્રોલોન્ગ ડિલિવરી તરફ ધકેલાઇ રહ્યો હતો. આ સમયે ડો.ધારા પટેલે તુરંત સિઝેરીયન કરવાનો નિર્ણય લીધો હતો. આપરેશન દરમિયાન સગર્ભાને બે ગર્ભાશય હોવાનું ધ્યાને આવ્યુ હતું. તબીબી ભાષામાં આને બાયકોર્નેટ યુટેરસ કહેવાય છે. જે એક લાખ કેસમાં ભાગ્યે જ એકાદ વખતે જોવા મળે છે. બિલમાળની મહિ‌લાના કેસમાં વધારાના ગર્ભાશયને અત્યંત નુકશાન થવાથી, માતા અને બાળકની હાલત ગંભીર થઇ હતી પરંતુ તબીબોએ માતા, અને બાળકનો જીવ બચાવી લીધો હતો.

X
Saputara News - latest saputara news 035559
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી