તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • તલાટી કેસમાં ન્યાયિક તપાસની માગ સાથે ઢીંમર સમાજની રેલી

તલાટી કેસમાં ન્યાયિક તપાસની માગ સાથે ઢીંમર સમાજની રેલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઢીંમરસમાજ અને ન્યાય સંઘર્ષ સમિતિએ મહિલા તલાટી વૈશાલી ઢીંમરના અપમૃત્ય કેસ બાબતે ન્યાયિક તપાસ દ્વારા જવાબદાર પરિબળો સામે કડક કામ લેવા બાબતે રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

નવસારીના પુરવાડ સ્ટ્રીટમાં ગુરૂવારે બપોરે શહેર ઉપરાંત આસપાસના વિસ્તારમાં રહેતા ઢીંમર સમાજના લોકો ભેગા થયા હતા અને પુરવાડ સ્ટ્રીટથી વિશાળ રેલી કાઢી હતી. નવસારીના ટાવરરોડથી સેન્ટ્રલ બેંક, જૂનાથાણા થઈ કાલીયાવાડી સ્થિત જિલ્લા કલેકટરાલય પહોંચી મહિલા તલાટી અપમૃત્યુ કેસ પ્રકરણે આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં મૃતક વૈશાલી ઢીંમરના ભાઈ કલ્પેશ પટેલ દ્વારા ટાઉન પોલીસમાં તા.26મી ફેબ્રુઆરીના રોજ નોંધાવેલી ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ફરિયાદમાં દર્શાવેલા તરસાડીના સરપંચ સુરેશભાઈ ભક્ત અને રાજકીય અગ્રણી મહેશભાઈ મહેતા દ્વારા ખોટા કામો કરવા માટે ફરજ પડાયાનું અને દબાણ દ્વારા ભ્રષ્ટાચાર કરાવવાના પ્રયત્નો કરાયા હોવાનું જણાવ્યું હતું. મૃતકને ગભરાવીને અપમાનજનક સ્થિતિમાં મૂકવામાં આવતા પરિસ્થિતિ મૃતક વૈશાલી સહન કરી શકી હતી. સમગ્ર બાબતે ન્યાયિક તપાસ કરી સ્વ.વૈશાલી ઢીંમરને અપમૃત્યુ સુધી પહોંચાડનાર પરિબળો સામે કડક હાથે કામ લેવા અને યોગ્ય નસિહત કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

મહિલા તલાટી અપમૃત્યુ કેસમાં તપાસ માટે ઢીંમર સમાજે રેલી કાઢી હતી.

અસરકારક પગલાં લેવાય તે માટે રેલી

^આજેમહિલાઓ સરકારી અને ખાનગી નોકરીઓમાં 40થી 45 ટકા જેટલું સ્થાન ધરાવે છે. જેઓને માલિકો, મુડીપતિઓ, ઉચ્ચઅધિકારીઓ, રાજકીય આગેવાનો થકી અશોભનીય પરિસ્થિતિમાં મૂકાવું પડે છે. ભવિષ્યમાં બહેન-દીકરીઓ સાથે આવી ઘટના બને અને તેઓ કોઈ અંતિમ પગલું ભરે તે માટે અસરકારક પગલાં લેવાય તે માટે આજની રેલીનું ઢીંમર સમાજ દ્વારા આયોજન કરાયું હતું.>પિયુષ ઢીંમર,નગરસેવકઅને ઢીંમર સમાજ અગ્રણી

પુરવાડ સ્ટ્રીટથી નીકળેલી રેલીમાં હજારો લોકો જોડાયા

તરસાડી-દંડેશ્વરની મહિલા તલાટીએ આત્મહત્યા કરી હતી

અન્ય સમાચારો પણ છે...