• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારીમાં કાલીયાવાડી નજીક માર્ગ અકસ્માતમાં સ્કૂટર ચાલકનું મૃત્યુ

નવસારીમાં કાલીયાવાડી નજીક માર્ગ અકસ્માતમાં સ્કૂટર ચાલકનું મૃત્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનાકાલીયાવાડી, નિર્મલનગર એપાર્ટમેન્ટની સામે કાછીયાવાડી જતા રોડ ઉપર એક શખ્સ ટુ-વ્હિલર ડિઓ પર ત્રણ સવારી સવાર કરી પુરપાટ સ્પીડે હકારી જઇ રહ્યો હતો ત્યારે તેની ટુ-વ્હિલર સ્લીપ ખાઇને તેની ટક્કર સામેથી આવી રહેલા 42 વર્ષીય એક પુરુષ સાથે થઇ હતી.ટક્કરમાં સામે વાળા શખ્સને ગંભીર ઇજાઓ તથા ટુ-વ્હિલર ડિઓનાં પાછળ સવાર બેસેલા અન્ય બે શખ્સોને માથા અને શરીરના અન્ય ભાગો ઉપર ઇજાઓ પહોંચી છે.જ્યારે ટુ-વ્હિલર ડિઓ ચાલકનું મોત નીપજ્યું છે. ઘટના તા.17-9-2016 ના રોજ સમય 9.30 વાગ્યે થયું હતું.જેને અનુસાર ધર્મેશભાઇ રમેશભાઇ હળપતી (ઉ.વ.22) (રહે.દશેરા ટેકરી) નામનો યુવાને ટુ-વ્હિલર ડિઓ લઇ રાજનભાઇ (ઉ.વ.15) અને દેવાંગભાઇ રાઠોડ (ઉ.વ. 15) નાઓને મોપેડ પર પાછળ બેસાડી પુરપાટ સ્પીડ ત્રણ સવાર થઇ કાલીયાવાડી ,કછીયાવાડી જતા રોડ ઉપર જઇ રહ્યો હતો ત્યારે પોતે ગફલત ખાઇ જતા ટુ-વ્હિલર જોરથી રોડ ઉપર સ્લીપ ખાઇ ગઇ હતી,ટુ-વ્હિલર સ્લીપ ખાઇને સામે આવતા શખ્સ દિલીપભાઇ વસાવા (ઉ.વ.42)ને જોરથી ટક્કર લાગી હતી.ટક્કર લાગતા દિલીપભાઇ ઘટના સ્થળે નીચે પડી ગયા હતાં જેના કારણે તેમને શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી તથા મોપેડ પર પાછળ સવાર રાજનભાઇ (ઉ.વ.15) અને દેવાંગભાઇ રાઠોડ (ઉ.વ. 15)નાઓને પણ માથા હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી.

ઉલ્લેખનીય એમ છે કે ડિઓ ટુ-વ્હિલર હાકનાર ધર્મેશભાઇ રમેશભાઇ હળપતી (ઉ.વ.22) (રહે.મોટી ચોવીસી)નું મોત નિપજ્યું છે.તમામ ઇજાગ્રસ્ત શખ્સે અને મરણ જનાર યુવાનને નજદિકના પારસી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

આમરીમાં પણ વાહન અડફેટે એકનું મોત

નવસારીજીલ્લાના આમરી ગામની હદમાં ગરનાણા પાસે એક કન્ટેનર જેવા વાહન ચાલકે તા.18-9-2016 ના રોજ સમય 3.00 વાગ્યે સુરેશભાઇ બચુભાઇ રાઠોડ (ઉ.વ.40)ને અડફેટમાં લઇ ટક્કર મારી દેતા તેમનું ને અરફેટમાં લઇ ટક્કર મારી દેતા તેમનું ઘટના સ્થળેજ કરૂણ મોત નિપજ્યું હતું.

વાહન સ્લીપ મારી જતાં અકસ્માત

અન્ય સમાચારો પણ છે...