• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ સાથે 31મીએ વનમંત્રીની મુલાકાત

ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ સાથે 31મીએ વનમંત્રીની મુલાકાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંકૃષિ યુનિવર્સિટીમાં ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓએ હાથ ધરેલી હડતાળને પગલે આખરે 31મીએ વન અને પર્યાવરણ મંત્રી સાથે મિટિંગનું આયોજન કરાયું છે. જેમાં વિદ્યાર્થીઓનું પ્રતિનિધિ મંડળ અને વનમંત્રી વચ્ચે સીધી ચર્ચા થશે. જ્યાં સુધી કોઈ યોગ્ય નિવેડો નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓએ હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

નવસારીં એરૂ સ્થિત કૃષિ યુનિવર્સિટીમાં ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ પોતાની વિવિધ માંગણીના સંદર્ભમાં આંદોલન કરી રહ્યા છે. દિવસે દિવસે આંદોલન વેગવાન બની રહ્યું છે. વિદ્યાર્થીઓ પોતાની માંગણીને વ્યાજબી ઠેરવી નોકરીનો તેમને લાભ મળવો જોઈએ તે માંગણીને અગ્રીમતા આપી રહ્યા છે. જો તેમ નહીં થાય તો ફોરેસ્ટ્રી વિભાગ બંધ કરવા સુધીની ચીમકી આપી હતી. ફોરેસ્ટ્રીના તમામ વિદ્યાર્થીઓ બાબતે એકમત થઈ જતા હડતાળ વેગવાન બની હતી. રોજબરોજ ધરણા અને દેખાવ, પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓ માંગણી સંતોષાય તેવી વીસીને અપીલ કરતા રહ્યા છે. જેને પગલે આખરે વીસીએ ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓની હડતાળ અંગે વનમંત્રી વસાવાને જાણ કરતા 31મી માર્ચે વનમંત્રી રૂબરૂ મુલાકાત આપશે. સવારે 11 કલાકે વીસી ડાંગરીયાની સાથે બે ફેકલ્ટી મેમ્બર અને ફોરેસ્ટ્રીના 2થી 3 વિદ્યાર્થીઓ મળીને 5થી 6 વ્યક્તિઓ સાથે ચર્ચા વિચારણા કરશે. જોકે વિદ્યાર્થીઓ જ્યાં સુધી નક્કર પરિણામ આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખશે.

અન્ય સમાચારો પણ છે...