• Gujarati News
  • સોશ્યલ મીડિયાના યુગમાં નેગેટીવ પોઝેટીવ બાબતો ધ્યાન રાખવાની આવશ્યકતા

સોશ્યલ મીડિયાના યુગમાં નેગેટીવ-પોઝેટીવ બાબતો ધ્યાન રાખવાની આવશ્યકતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતસરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો દ્વારા જિલ્લાના ગ્રામીણ પત્રકારો માટે રૂરલ મીડિયા વર્કશોપ વાર્તાલાપનું આજરોજ નવસારી સરકીટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને અખબાર, ટીવી અને બ્રેકીંગ ન્યૂઝના બદલે લોકો એપ્સ પર ઈન્સ્ટન્ટ ન્યૂઝ જુએ છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી સીટીઝન જર્નાલિઝમનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, જે અખબારો અને ન્યૂઝ માટે પણ ઉપયોગી બની રહયો છે. સોશ્યલ મીડિયાએ લોકોને વિશેષ પાવર આપ્યા છે. પરંતુ તેના ઉપયોગ અંગે મેનેજમેન્ટ સાથે નેગેટીવ-પોઝેટીવ બાબતોને ખાસ ધ્યાન રાખવા પર વિશેષ ભાર મુકયો હતો.

મીડિયા સાથે વિચારોનું આદાન-પ્રદાન કરતાં કલેકટરે જણાવ્યું હતું કે, સોશ્યલ મીડિયા આજનો જ્વલંત વિષય છે સોશ્યલ મીડિયાની હકારાત્મક અને નકારાત્મક બંનેની ખૂબ મોટાપાયે અસર થાય છે. સમયની સાથે માધ્યમને અપનાવવો પડે છે. છેલ્લા એક વર્ષમાં 25 મિલીયન ગ્રામીણ લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી રહયા છે. સોશ્યલ મીડિયાની અસરોના ઉદાહરણ આપતાં તેમણે ભવિષ્યમાં સરકાર અંગેની પોલીસી જાહેર કરશે તેવી આશા પણ વ્યકત કરી હતી.

વરિષ્ઠ પત્રકાર જશુભાઈ નાયકે હાલની પરિસ્થિતિ અને માધ્યમોની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. જાણીતા એડવોકેટ પ્રિતીબેન જોશીએ મહિલાઓ સંબંધી બાબતોમાં મીડિયાની ભૂમિકા અંગે રસપ્રદ ઉદાહરણો આપતા કાયદાકીય બાબતો અને તેને સમાજ પર પડતી અસરો અંગે કાળજી લેવા પત્રકારોને અપીલ કરી હતી.

પત્રકારોનું સ્વાગત કરતાં પ્રેસ ઈન્ફરર્મેશન બ્યુરોના અપર મહાનિદેશક ઉદય મોરેએ જણાવ્યું કે સરકાર પોતાની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અથવા જાહેરાત કરવા માટે પીઆઈબીનો ઉપયોગ કરે છે.

કાર્યક્રમમાં નવસારી સહાયક માહિતી નિયામક મહેન્દ્ર સંઘાડા, વરિષ્ઠ પત્રકારો તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થતિ રહ્યા હતા.

કલેકટરના અધ્યક્ષ સ્થાને રૂરલ મિડીયા વર્કશોપનું આયોજન