તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેરગામમાં ભારે પવન સાથે પડેલા વરસાદથી નુકસાની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવાર-શનિવારનીમધરાત્રે એકદા કલાક ગાજવીજ સાથે ત્રાટકેલા ઝંઝાવાતી વરસાદે ખેરગામ તાલુકામાં રૂ. 30 હજારનું વીજ કંપનીને નુકસાન કર્યું હતું. જ્યારે શનિવારથી ટેલિફોનની લેન્ડલાઈન પણ ઠપ કરી દીધી હતી.

પ્રાપ્ત વિગત મુજબ શુક્રવારની મધરાત્રે અનેક ઘરોમાં વીજઉપકરણોને વીજધડાકાએ નુકસાન કરતા સુંથારવાડના ચંદ્રકાંત મિસ્ત્રીના ઘરનું વીજમીટર ઉડી ગયું હતું. જ્યારે રવિવારે મળસ્કે બેજ માર્ગે લહેરકા પાસે સરૂનું વૃક્ષ આડુ પડતા આખો રસ્તો અવરોધાયો હતો. રસ્તાની બંને બાજુની ગાળાની લંબાઈની વીજરેષા વીજસ્તંભ સહિત ચૂટી પડી હતી. માંડવખડક ખાતે પણ વૃક્ષે બે વીજસ્તંભ તોડ્યા હતા. જેથી વીજ કંપનીને રૂ. 30 હજારનું નુકસાન થયું હતું. બેજ માર્ગ બંધ રહેતા સુરત, નવસારીની તમામ ટ્રીપો મુસાફરો રઝળ્યા હતા. સવારે 10 વાગ્યે વૃક્ષના ટૂકડા કરાતા રસ્તો પૂર્વવત થયો હતો.ખેરગામ ટેલિફોન એક્સચેંજ સંચાલિત તાલુકા ગામની ટેલિફોન સેવા પણ બંધ થઈ હતી. જે રવિવાર હોય કોઈ પણ અધિકારી-ટીમ રજા ઉપર હોય સોમવારે પણ પુન: ચાલુ થશે કે કેમ તે પ્રશ્ન છે. વીજ કંપનીના નાયબ ઈજનેરે તથા તેમની ટીમે રજાના દિવસે પણ કામ કરીને વડપાડા તથા કાકડવેરી ફિડરને પુન: ચાલુ કરી અંતરિયાળ ગામોને વીજ પુરવઠો ચાલુ કરી આપતા રાહત થઈ હતી.

ઠેરઠેર વૃક્ષો, વીજપોલ ધરાશાયી થયા

અન્ય સમાચારો પણ છે...