તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓ ગરબા રમવા તૈયાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડઅને નવસારી સહિત સમગ્ર દ.ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ થી રાત્રીના સમયે વરસી રહેલા વરસાદ ને કારણે આવનારો નવરાત્રી મહોત્સવ ના રંગમાં ભંગ પડે એમ છે. પરંતુ શહેરના ગરબા ક્લાસીસોમાં ખેલૈયાઓ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. તો બીજી તરફ શહેરના ગરબા આયોજકોએ ગાઉન્ડમાં ભરાયેલા પાણીને કાઢવાની તજવીજ હાથ ધરીછે અને આવતા બે દિવસોમાં ગ્રાઉન્ડ ગરબાને લાયક તૈયાર કરી ગરબા રમાડવા તૈયાર હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

તારીખ ૧લિ ઓક્ટોબરનાં રોજથી શરુ થનાર નવરાત્રી મહોત્સવને લઇ શહેરમાં કૈક અલગ થનગનાટ જોવા મળી રહ્યો છે. પરંતુ છેલા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદે તમામના જીવ તાલાવે ચોટાડી દીધા છે. તેમ છતાં શહેરમાં ચાલી રહેલ ગરબા કલાસીસો માં ખેલૈયાઓ ગરબાની તૈયારીઓ માટે આખરી ઓપ આપી રહ્યા છે. શહેર માં મોટા ગરબા કલાસીસોમાં આશરે ૨૫૦૦ થી વધુ ખેલૈયાઓ નવરાત્રીને લઇ છેલ્લા ત્રણ મહિનાથી મહેનત કરી રહ્યા હતા.ત્યારે નવરાત્રીના દિવસો નજીક આવતાની સાથે શહેરમાં રાત્રીના સમયે વીજળીના કડાકા સાથે વરસી રહેલા વરસાદને કારણે એક તબક્કે ચાલુ વર્ષે નવરાત્રીનાં રંગમાં ભંગ પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઇ રહી છે.પરંતુ ખેલૈયાઓ ગરબા રમવા માટે તૈયાર હોવાની સાબિતી આપી રહ્યા છે. જેને સંદર્ભે શહેરના એક ગરબા શીખવતા ગ્રુપ દ્વારા ખેલૈયાઓ વચ્ચે ગરબા કોમ્પીટીશન રાખી હતી જેમાં આશરે ૨૫૦થી વધુ ખેલૈયાઓએ ભાગ લીધો હતો . કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે વલસાડ તાલુકા ધારાસભ્ય ભરતભાઈ પટેલ,અને પાલિકા પ્રમુખ સોનલ બેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કોળી પટેલ સમાજની વાડીમાં યોજાયેલ આર કે ગ્રુપ ગરબા કોમ્પીટીશન માં નેહાબેન દેસાઈએ નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી.બીજી તરફ શહેરના મોટા ગરબા આયોજકો પણ શહેરમાં ગરબા રમાડવા માટે તૈયાર હોવાનું જણાવી રહ્યા છે. શહેરમાં વરસી રહેલા અંધાર્યા વરસાદ ને કારણે ગરબા ગ્રાઉન્ડોમાં પાણી ગરક કરી ગયું છે. મસમોટા ગ્રાઉન્ડ માં પાણી ભરાવાને કારણે કાદવ-કીચડ થઇ ગયું હોવા છતાં ગરબા આયોજકો ગરબા રમાડવા માટે કટિબદ્ધ હોવાનું જણાવી રહ્યા છે.ત્યારે હવે નવરાત્રી દરમ્યાન વરસાદનાં વરસે એવી પ્રાર્થના ખેલૈયાઓ કરી રહ્યા છે.

નવસાત્રીના રંગમાં ભંગ પડે તે માટેની કામગીરી આયોજકો દ્વારા હાથ ધરાઇ

^આવાના બે દિવસમાં ગ્રાઉન્ડ સુકાઈ જશે જેના માટે તમામ સભ્યો પણ મહેનત કરી રહ્યા છે. ગ્રાઉન્ડ માં કાદવ કીચડ થઇ ગયું છે. પરંતુ નવરાત્રી પહે તમામ સુકાઈ જશે અને ખેલૈયાઓમાટે ગરબા ગ્રાઉન્ડ તૈયાર થઇ જશે. > શિવમપટેલ, ગરબાઆયોજક-ગોકુલ ગ્રુપ,પ્રમુખ

બે દિવસમાં ગ્રાઉન્ડ સુકાઈ જશે

વરસાદને અનેક કારણે ગ્રાઉન્ડ પર પાણી ભરાયા પરતું આયોજકો પણ ગરબા રમાડવા માટે કટિબદ્ધ

વલસાડ અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ખેલૈયાઓનો ઉત્સાહ ઘટાડી શક્યો નથી

અન્ય સમાચારો પણ છે...