તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • વાંસદા તાલુકાના 35 કર્મચારીની આંતરિક બદલીથી ખળભળાટ

વાંસદા તાલુકાના 35 કર્મચારીની આંતરિક બદલીથી ખળભળાટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોટાપાયે બદલીનો ગંજીપો ચીપ્યો છે. જેમાં વાંસદા તાલુકાના 35 જેટલા કર્મચારીઓની પણ આંતરિક બદલી કરતા કર્મચારીઆલમમાં ખળભળાટ મચી ગયો છે.

નવસારી જિલ્લા અધિકારી તુષાર સુમેરા દ્વારા છેલ્લા કેટલાય લાંબા સમયથી એક જગ્યાએ ફરજ બજાવતા જિલ્લાના 160 જેટલા કર્મચારીઓની આંતરિક બદલીનો ગંજીપો ચીપતા કર્મચારી આલમમાં ખળભળાટ મચી ગયો છે. કહેવાય છે કે વર્ષોના ઈતિહાસમાં પ્રથમવાર આટલા મોટાપાયે બદલી કરી જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરાએ દાખલારૂપ ઉદાહરણ પુરું પાડ્યું છે. મહેકમ, હિસાબી, ખેતીવાડી શાખાના કુલ 160 જેટલા કર્મચારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. જેમાં વાંસદા તાલુકાના પણ 35 જેટલા કર્મચારીઓની પણ આંતરિક બદલી કરવામાં આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. અલબત્ત વાંસદા તાલુકા પંચાયતમાં નાયબ ચીટનીશ 1, સિનિયર કલાર્ક 2, જુનિયર કલાર્ક 3, તલાટી કમ મંત્રી 12, નાયબ હિસાબી 1, સિનિયર કલાર્ક હિસાબી 1 અને ગ્રામસેવક 15 મળી કુલ 35 કર્મચારીની બદલી કરાઈ છે. બાબતે જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે વહીવટી પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને બદલી કરવામા આવી છે. હજીએ કર્મચારીઓ વર્ષોથી એક જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે તેવા અધિકારીઓ અને કર્મચારીઓના નામ સામે આવ્યાથી તેઓની પણ બદલી કરાશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વિવિધ શાખામાં ફરજ બહજાવતા અધિકારીઓ અને કર્મચારીઓએ પારદર્શક વહીવટ સાથે લોકોપયોગી કામ કરવા યોજાનાઓના સંપૂર્ણ અમલીકરણના હેતુંથી બદલી કરાઇ છે.

નવસારી ડીડીઓએ મોટા પાયે બદલીનો ગંજીફો ચીપ્યો

અન્ય સમાચારો પણ છે...