• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ‘માણસ વચ્ચે જો સંપ હશે તો કોઇ પણ શત્રુ પરાજિત નહીં કરી શકે’

‘માણસ વચ્ચે જો સંપ હશે તો કોઇ પણ શત્રુ પરાજિત નહીં કરી શકે’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા સુર નર મુનિ મર્હિ નહિ સુખ લેશા જ્યારે એકબીજાના મન નોખાં પડે છે ત્યારે અધર્મ પ્રવેશ કરે છે.કિંતુ જો એકમેક વચ્ચે સંપ હોય તો અધર્મ પેસવા નહિ આવે.સંપ રાખશો તો ગમે તેવો અંતરશત્રુ હશે તે પણ પરાભવ કરી શકશે નહિ.જો કુસંપ પ્રવેશી જશે તો અલ્પ જેવો દોષહશે તે પણ સત્સંગમાંથી બહાર કાઢી નાખશે.આપણા પ્રગટ ગુરૂહરિ પ.પૂ.મહંત સ્વામી પણ સંપ બાબત ઉપર અતિ ભાર મૂકે છે.સંપ હશે તો પ્રગતિ કરી શકાશે.માનવી વિવિધ ક્ષેત્રે જે સફળતા હાંસલક રે છે તેની પાછળ બીજાની મદદ અસંખ્ય લોકોનો પુરૂષાર્થ રહેલો હોય છે. ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામિનારાયણ મંદિરે રવિ સત્સંગ સભાને સંબોધતા પૂ.ડો.પૂર્ણકામ સ્વામીએ ઉચ્ચાર્યા હતા.

ડો.પૂર્ણકામ સ્વામીએ જડ,ચેતન સમગ્ર સૃષ્ટિના દ્રષ્ટાંતો ટાંકી જીવનમાં અને સત્સંગમાં સંપ,સુહદભાવ અને એક્તા હશે તો પ્રગતિ કરી શકાશે તેમજ સુખ શાંતિ પ્રાપ્ત કરી શકાશે તેમ સમજાવ્યું હતુ.કીડીઓ મરેલા સાપને પણ તાણી જાય છે. રાઇટ બ્રધર્સના સંપીલા પુરૂષાર્થથી આજે માનવીઓ અવકાશમાં આકાશમાં ઉંચે ઉડી શકે છે. મધમાખીઓ સંપથી મધપૂડો બનાવે છે. મધઆપણને મળી શકે છે.વિપ્રોના માલિકે તેમની સફળતાનો શ્રેય તેમના 12000 કર્મચારીઓને આપ્યો,બિલગેટ્સ તેમના 12 બુદ્ધિશાળી સાથીદારોને કારણે આટલી ઉંચાઇએપહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...