તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • કેવિકે નવસારીમાં માનવ સંશાધન વિકાસ અંતર્ગત તાલીમ શિબિર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેવિકે નવસારીમાં માનવ સંશાધન વિકાસ અંતર્ગત તાલીમ શિબિર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસ્તરણશિક્ષણ નિયામક નવસારી, કૃષિ યુનિવર્સિટી નવસારી દ્વારા માનવ સંશોધન વિકાસ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો માટે એક દિવસીય તાલીમનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે કરવામાં આવ્યું હતું.

શિબિરના ઉદઘાટક કુલપતિ ડૉ.સી.જે.ડાંગરિયાએ માનવ સંશોધન વિકાસ અંતર્ગત ખેડૂતો સંકલિત ખેતી અપનાવે તેવા પ્રયત્નો વૈજ્ઞાનિકો દ્વારા થાય તેવો અનુરોધ કર્યો હતો.તે સાથે તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સમગ્ર વૈજ્ઞાનિક ટીમને ઝોનલ બેસ્ટ કેવિકે એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.ભૂતપૂર્વ સંશોધન નિયામક અને કૃષિ વૈજ્ઞાનિક ડૉ .એસ.રામને ક્લાઇમેન્ટ ચેન્જ એગ્રીકલ્ચર એડેપ્શન થ્રુ એગ્રીકલ્ચર ટેક્સટાઇલ ઉપર વિસ્તૃત માહિતી આપી હતી.આ તાલીમ શિબિરમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના ચારેય કૃષિ વિજ્ઞાન કેન્દ્રના 30થી વધુ વૈજ્ઞાનિકોએ પ્રગતિશીલ ખેડૂતો સાથે ભાગ લીધો હતો.વૈજ્ઞાનિકો વચ્ચે પ્રોટેકટીવ કલ્ટીવેશનનાં વપરાતા વિવિધ ટેક્સટાઇલ મટીરીયલની સઘન ચર્ચા કરી હતી.તાલીમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો.સી.કે.ટીંબડીયાએ સ્વાગત પ્રવચન થકી ઉપસ્થિત વૈજ્ઞાનિકો તથા ખેડૂત મિત્રોને આવકાર્યા હતા.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીમાં એક દિવસીય માનવ સંશોધન વિકાસ અંતર્ગત તાલીમ યોજાઈ હતી.

30થી વધુ વૈજ્ઞાનિકોએ શિબીરમાં ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો