તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • પતિને માર મારનાર દિયર અને તેના મિત્ર સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિને માર મારનાર દિયર અને તેના મિત્ર સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીનાછાપરા ગામથી પોતાના ભાઈને બાઈક ઉપર બેસાડી મિત્રની મદદથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ભાભીએ દિયર તથા તેના મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે.

નવસારીમાં છાપરા ગામે અરડી ફળિયા ખાતે રહેતા શોભાબેન અંબાદાસ પાટકરે નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે 18મીએ લગભગ સવારે 11 વાગ્યે જ્યારે તે તેમના પતિ અંબાદાસ અને પુત્રી તથા બે પુત્ર સાથે પોતાના ઘરમાં બેઠા હતા ત્યારે તેમનો દિયર યુવરાજ પંડિત પાટકર (ઉ.વ. 26, રહે. છાપરા)અને અરૂણ ઉર્ફે અન્ના (ઉ.વ. 25, રહે. રામનગર-1, વિજલપોર) તેમના ઘરે આવી પહોંચ્યા હતા અને અંબાદાસને કહ્યું કે આપણા વચ્ચે જે ઝઘડો ચાલી રહ્યો છે તેની જાણ માતાપિતાને થઈ ગઈ છે અને તે વિશે વાત કરવા તમને બોલાવ્યા છે. યુવરાજ અને અરૂણ નામના વ્યક્તિએ અંબાદાસને તેમની સાથે ગાડી ઉપર ત્રીપલ સવારી બેસાડી લઈ ગયા હતા. લાંબો સમય વિત્યા બાદ પણ અંબાદાસ ઘરે પરત ફરતા તેની પત્ની શોભાબેને તેમના દિયરનો કોન્ટેકટ કરવાની કોશિશ કરી હતી.

અંબાદાસ અહીં નથી એવો જવાબ તેમને મળ્યો હતો. બાદમાં યુવરાજ અને તેનો મિત્ર અરૂણ તેને ઘરે છોડી જતા રહ્યા હતા. પછી ઈજાગ્રસ્ત અંબાદાસ તેની પત્નીને જણાવ્યું કે તેઓ ને.હા.નં. 8 પર સાંઈબાબાના મંદિર પહેલા નહેર પાસે દક્ષિણમાં આશરે 6 કિ.મી. જગ્યાએ લઈ જઈ લાકડાના ડંડા વડે માર્યો જેથી હાથમાં ફ્રેકચર થઈ ગયાનું જણાવતા શોભાબેને તેમના પતિને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર દિયર તથા તેના મિત્ર સામે ફરિયાદ નોંધાતા ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો