તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • નિષ્ફળતા મળે તો ધીરજ રાખી પુરુષાર્થ હામે જશો તો સફળતા મળશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિષ્ફળતા મળે તો ધીરજ રાખી પુરુષાર્થ હામે જશો તો સફળતા મળશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પૃથ્વીનાપેટાળમાં પથ્થરરૂપે ઘરબાયેલા હીરામાં સ્વયં ચમકીને આખા પ્રસરાવાની ક્ષમતા છે. એવી રીતે દરેક માનવીના આત્મામાં સૂર્ય સરખી તેજસ્વીતા ધરબાયેલી છે.આપણી અંદર છૂપાયેલી તેજસ્વી પ્રતિભાને બહાર લાવવા માટે જ્ઞાન મેળવી પુરુષાર્થ કરવાની આવશ્યક્તા છે.ઉચ્ચ અભ્યાસ દ્વારા જ્ઞાન મેળવી કૌશલ્ય કેળવીશું તો કોઇપણ ક્ષેત્રમાં હોરોની જેમ જળહળી ઊઠીશું.આજે દર 18 સેકેન્ડે એક સાયબર ગુનો બને છે. સાયબર ક્રાઇમ રોકવા ભારતને કેટલાયે તજજ્ઞોની જરૂર છે.ભારત સરકારને ખોફનાક હેકર્સથી બચાવવા તૈયાર થવું પડશે.ઉપરોક્ત શબ્દો બીએપીએસ નવસારી સ્વામીનારાયણ મંદિરના ઉપક્રમે યોજાયેલ હું વાસ્તવિક હીરો પરિસંવવાદમાં ઉપસ્થિત 25 જેટલી શૈક્ષણિક સંસ્થાઓના 1800 ઉપરાંત વિદ્યાર્થી ભાઇઓ-બહેનોને સંબોધતાં હરિકૃષ્ણ શાસ્ત્રીએ ઉચ્ચાર્યા હતા.

હરિકૃષ્ણ શાસ્ત્રીએ ચિત્રપટના માધ્યમ દ્વારા સંખ્યાબંધ પ્રસંગોને સથવારે કોઇપણ ક્ષેત્રે કૌશલ્ય પ્રાપ્ત કરવા શરીરબળ-આરોગ્ય,બુદ્ધિબળ-આત્મબળ-મનોબળ-આત્મશ્રદ્ધા પોતાનામાં પડેલ અપાર શક્તિ વગેરે પરિશ્રમ,પુરુષાર્થને બળે ધીરજ અને સહનશીલતા તથા સમજણથી કામ કેવી રીતે કરવું તે સ્પષ્ટ રીતે સમજાવ્યું હતું.તમે ધારેલા ગોલ ધ્યેય સુધી પહોચ્યાં ત્યાં સુધી મંડી રહે.તમે ધારેલું નિશાન તમે ધારેલી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ભગવાનમાં અતૂટ શ્રદ્ધા જરૂરી છે.નિષ્ફળતા મળે તો પણ ધીરજ રાખી પુરુષાર્થ હામે જશો તો ચોક્કસ સફળતાના શિખરે પહોંચી શક્શો.જીવનમાં ખુમારીથી જીવતાં શીખો.તે સાથે શિસ્ત, સમજણ, સહનશીલતા, પ્રામાણિકતા જેવા દિવ્યગુણો પણ પ્રાપ્ત કરવાપડશે.નિષ્ફળતામાં કદિયે હતાશ-નિરાશ થયા વિના ભૂતકાળમાંથી પાઠ શીખી ભવિષ્ય ઉજ્જવળ બનાવવામંડી પડો. સંઘર્ષો સામે ધ્યેય સિદ્ધ કરી શકે તેજ હીરો ગણાય.

નવસારી જિલ્લા સામાહર્તા અરોરાએ પ્રાસંગિક ઉદબોધનમાં પરિસંવાદને અનોખો ગણાવી જે કાર્ય કરો તે ઉત્તમ રીતે કરવા તથા જે ક્ષેત્ર પસંદ કર્યુ હોય તે ક્ષેત્રે અવ્વલ આવવા કર્મમાં ડૂબી જવા અનુરોધ કર્યો હતો. ડૉ.પૂર્ણકામ સ્વામીએ વક્તાનો પરિચય કરાવી પરિસંવાદનો હેતું સમજાવ્યો હતો. પરિસંવાદમાં ભાગ લેનાર તમામને બનવું આદર્શ વિદ્યાર્થી પુસ્તિકા ભેટ આપી હતી.

સ્વામીનારાયણ મંદિરે 25 શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા

હું વાસ્તવિક હીરો પર હરિકૃષ્ણશાસ્ત્રીએ સંબોધન કર્યુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો