તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • પર્સ ચોરી કરતો હોવાનું સમજી યુવકને પોલીસને હવાલે કરાયો

પર્સ ચોરી કરતો હોવાનું સમજી યુવકને પોલીસને હવાલે કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંવડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાની પૂર્ણાહુતિ બાદ ભીડનો લાભ ઉઠાવી પર્સ તફડાવવા જતા કેટલાક લોકોએ એક યુવાનને ઝડપી પાડી પોલીસને હવાલે કરી દેતા પોલીસે તપાસ શરૂ કરી હોવાની માહિતી સાંપડી છે. જોકે પોલીસને તે યુવાન પાસેથી કશું મળવાની વિગતો મળી છે.

નવસારીમાં લુન્સીકૂઈ ગ્રાઉન્ડ ઉપર વડાપ્રધાન મોદીની જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેનો લાભ ઉઠાવવા મોબાઈલ કે પાકીટ મારનારાઓની હાજરી પણ સભામાં હોય તો સ્વાભાવિક છે. અગાઉ પણ આવી મોટી જાહેરસભા દરમિયાન પાકીટ ચોરાયાની ઘટના બની ચૂકી છે. દરમિયાન આજે મોદીની જાહેરસભા પૂર્ણ થતાની સાથે લોકો ગ્રાઉન્ડમાંથી ઉતાવળે બહાર જવા નીકળ્યા હતા. વખતે લોકોની ભીડનો ફાયદો ઉઠાવી એક યુવાન પર્સ તફડાવવા જતા ભેરવાય ગયો હતો. તો કેટલાકે તેણે મોબાઈલ ચોરી કર્યાનો આક્ષેપ પણ કરતા ઉહાપોહ મચી ગયો હતો. લોકોએ તેને પોલીસને હવાલે કરી દીધો હતો. ટાઉન પોલીસ મથકમાં લઈ જઈ પોલીસે તે યુવાનની પૂછતાછ શરૂ કરી છે. જોકે તેની પાસેથી કોઈ શંકાસ્પદ કે ચોરી કરેલી વસ્તુ મળી આવી હતી. હાલ પોલીસ તેની પૂછતાછ કરી રહ્યાની વિગતો સાંપડી છે.

અન્ય સમાચારો પણ છે...