તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • જલાલપોરમાં પાલિકા કચેરી નજીકનો મુખ્ય માર્ગ બિસમાર

જલાલપોરમાં પાલિકા કચેરી નજીકનો મુખ્ય માર્ગ બિસમાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીશહેરના જલાલપોર વિસ્તારનો રોડ છેલ્લા કેટલાક સમયથી બિસમાર જોવા મળી રહ્યો છે. નવસારી શહેરમાં અનેક મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગો આવેલા છે. ગત ચોમાસાની મોસમમાં માર્ગોમાંથી કેટલાક ખરાબ થયા હતા, તૂટી ગયા હતા. જોકે ચોમાસુ પૂર્ણ થયા બાદ તુરંત અહીંની નગરપાલિકાએ અનેક માર્ગો રિકાર્પેટ કર્યા યા માર્ગો ઉપર પેચવર્ક કર્યું હતું. જોકે નવસારીના પશ્ચિમ છેડે આવેલા (પાછળથી નવસારી શહેરની હદમાં ભળેલ) જલાલપોર વિસ્તારનો એક મુખ્ય માર્ગ હજુ ખરાબ જોવા મળી રહ્યો છે.

જલાલપોરમાં થાણા તળાવ નજીકથી વાણીયાવાડ, પાલિકા કચેરી મીઠાકૂવા થઈ પૂર્ણેશ્વર-ઘેલખડી તરફ એક માર્ગ જાય છે. માર્ગ મછાડ-બોદાલી તરફ પણ જાય છે. જેથી માર્ગ ઉપર વાહનોની અવરજવર રહે છે. માર્ગ કેટલાક સમયથી બિસમાર જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ પાલિકાની પેટાકચેરી નજીકથી પસાર થતા માર્ગને પાણીની લાઈન નંખાતા ખોદી કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ પુરાણ તો કરાયું પરંતુ રિકાર્પેટ પુન: કરાયું નથી. માર્ગ ખખડધજ રહેતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. બાબતે નવસારી પાલિકામાં પૂછતાછ કરતા જાણવા મળ્યું કે માર્ગ ડામરરોડ બનાવવાનું કામ મંજૂર થઈ ગયું છે. જોકે માર્ગની કામગીરી હાલ ચાલુ કરવામાં ચૂંટણી આચારસંહિતાને લઈ પાલિકામાં અવઢવ હોવાનું જાણવા મળે છે.

જલાલપોરમાં પાલિકા કચેરી નજીકનો બિસમાર માર્ગ.

પાણીની લાઇન માટે માર્ગ ખોદી પુરાણ કરાયા બાદ રિકાર્પેટ કરાયો નથી

અન્ય સમાચારો પણ છે...