તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • ખેરગામ કોલેજમાં સહકારી શિક્ષણ તાલીમ શિબિર યોજાઈ

ખેરગામ કોલેજમાં સહકારી શિક્ષણ તાલીમ શિબિર યોજાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલી સરકારી વિનય વાણિજય કોલેજમાં યુવક-યુવતી સહકારી શિક્ષણ તાલીમનું શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. આચાર્ય ડો.સંજયભાઈ પટેલ દિપપ્રાગટય કરી સહકારના અઠવાડિક પ્રા.શિક્ષણ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.આચાર્યના જણાવ્યા અનુસાર યુવાનો સહકારી પ્રવૃત્તિ વિશે જાણે સમજે અને વિચારે તથા તેનું અનુસરણ કરે કાર્યક્રમનો મુખ્ય અને મહત્વનો આશ્રય છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે ભારતની અંદર ઇફકો, કૃભકો G.N.F.C.,G.S.F.C. સહકારી ખાંડ ઉદ્યોગ સહકારી ડેરી ઉધોગ વગેરે જેવા સફળ સહકારી સહસોના ઉદાહરણ પુરા પાડી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડયું હતુ. વલસાડ જિલ્લા સહકારી સંઘ આયોજિત તાલીમ શિબિરમાં સરકારના કો-ઓપરેટિવ એજ્યુકેશન રાજેશભાઈ.એ.બાગુલ અને મહિલા એજ્યુકેશન ગીતાબેન પટેલે વિદ્યાર્થીઓ સહકારી પ્રવૃત્તિ અંગેનું માર્ગદર્શન પૂરૂ પાડી રહ્યાં છે.આ તાલીમ શિબિરમાં 80 ભાઈઓ અને 60 બહેનો એમ કુલ 140 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...