તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં કમળના નિશાનવાળી ઝંડીઓ ઉતારાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નરેન્દ્રમોદીની જાહેરસભાને લઇ નવસારીમાં અનેક જગ્યાએ લગાડાયેલ કમળના નિશાનવાળી ઝંડી,ધજાઓ બાબતે ફરિયાદ થતાં ઝંડીઓ ઉતારવાની ફરજ પડી હતી. નવસારીના લુન્સીકુઇ મેદાનમાં 29મીએ વડાપ્રધાન અને ભાજપ સુપ્રીમો નરેન્દ્ર મોદીની જાહેરસભા થનાર છે. જાહેરસભાને લઇને નવસારીમાં લુન્સીકુઇ મેદાન નજીકના માર્ગો તથા શહેરમાં કેટલીક જગ્યાએ કમળના નિશાનવાળી ઝંડીઓ, ધજાઓ લગાડવામાં આવી હતી.જોકે મંગળવારે સાંજના સમયે લગાવાયેલ ઝંડીઓ ઠેરઠેર ઉતારવાની કાર્યવાહી જોવા મળી હતી. ચૂંટણી વિભાગનો સ્ટાફ ધજા,ઝંડીઓ ઉતારવા ફરી રહ્યો હતો. અંગે મળતી માહિતી મુજબ નવસારીમાં મંગળવારે ઝંડીઓ ઠેરઠેર નજરે પડતા ચૂંટણી આચારસંહિતા ભંગ બાબતે ટેલીફોનિક ફરિયાદ થઇ હતી.

મોદીની જાહેરસભાને લઇ ઝંડીઓ ઠેરઠેર લગાવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...