• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • જાનથી મારી નાંખવાની ધમકી અપાતાં પોલીસમાં ફરિયાદ

જાનથી મારી નાંખવાની ધમકી અપાતાં પોલીસમાં ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | વિજલપોરના મારૂતિનગરમાં રહેતા ગુલાબભાઈ વચ્છાવ જમી પરવારીને આરામ કરતા હતા. તે વખતે વિશાલ (વિજલપોર) તેમના ઘરે આવ્યો હતો અને ગાળ આપવા લાગ્યો હતો. આથી ગુલાબભાઈએ તેમ નહીં કરવા સમજાવવા જતા મેં ગાળ આપી નથી તેવું કહી તેના બીજા મિત્રોને બોલાવી માર મારવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી ગુલાબભાઈએ આ સમગ્ર ઘટના અંગે વિજલપોર પોલીસ મથકમાં વિશાલ અને તેના ત્રણ મિત્રો સામે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...